રાજકોટનાં હીરાસર ઈન્ટનેશનલ એરપોર્ટની કામગીરી પૂર્ણતાનાં આરે છે. ત્યારે આગામી 14 અને 15 જૂન બે દિવસ નાના એરક્રાફ્ટનું લેન્ડિંગ થશે. ત્યારે જન્માષ્ટમી પહેલા એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરી શકે છે.
14 અને 15 જૂન બે દિવસ નાના એરક્રાફ્ટનું થશે લેન્ડિંગ
જન્માષ્ટમી પહેલા એરપોર્ટ પરથી ફ્લાઇટ ભરી શકે છે ઉડાન
વડાપ્રધાનનાં ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટની કામગીરી થોડાક દિવસમાં પૂર્ણ થવાને આરે છે. ત્યારે આગામી 14 થી 16 જૂન દરમ્યાન એરક્રાફ્ટનું ટેસ્ટીંગ કરવામાં આવશે. 15 જુલાઈનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાર્પણ થઈ શકે છે. ત્યારે રાજકોટવાસીઓને જન્માષ્ટમી પહેલા પ્રધાનમંત્રીનાં હસ્તે મોટી ભેટ મળે તેવી શક્યતાઓ છે. હાલ તો એરપોર્ટમાં કંપાઉન્ડ વોલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેમજ એરપોર્ટ ઓર્થોરીટીની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
ફાઈલ ફોટો
આગામી સમયમાં DGCA ની મંજૂરી માટેની પ્રક્રિયા હાથ ધરાશે
આ બાબતે જીલ્લા કલેક્ટર પ્રભાવ જોષીએ જણાવ્યું હતું કે, હિરાસર એરપોર્ટની બાઉન્ડરી વોલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે આગામી સમયમાં DGCA ની મંજૂરી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે આગામી સમયમાં 14 થી 16 જૂન દરમ્યાન નાના એરક્રાફ્ટનું લેન્ડિંગ થશે. તેમજ નવા લગાવવામાં આવેલ સાધનોનું કેલીબ્રેશન થશે.
ફાઈલ ફોટો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રને ટૂંક સમયમાં એઈમ્સ અને ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટની ભેટ મળશે
ગત રોજ રાજકોટનાં સાંસદ મોહન કુંડારીયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતને પ્રધાનમંત્રીનાં ડ્રીમ પ્રોજેક્ટ એઈમ્સ હોસ્પિટલ તેમજ ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ટૂંક સમયમાં લોકોર્પણ યોજાશે. તેમજ 1 જુલાઈથી ઈલેક્ટ્રિક એન્જીન મારફત અમદાવાદ-રાજકોટ વચ્ચે ટ્રેન દોડશે.