Lalu yadav is trying to buy NDA mla alleges sushil modi
જેલ સે ખેલ /
'કહી દેવાનું કોરોના થઇ ગયો' સુશીલ મોદીનો દાવો- લાલુએ NDA ધારાસભ્યોને કર્યો ફોન, ઓડિયો થયો વાયરલ
Team VTV12:16 PM, 25 Nov 20
| Updated: 12:16 PM, 25 Nov 20
બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર મોટો આરોપ લગાવ્યો છે. સુશીલ મોદીએ દાવો કર્યો છે કે લાલુ યાદવ જેલમાંથી જ NDAના એક ધારાસભ્યને ફોન કરી તેને લાલચ આપી. બિહાર વિધાનસભા સ્પીકર પદ માટે ચૂંટણી થવા જઇ રહી છે તે પહેલા રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો.
સુશીલ મોદી તરફથી ઓડિયો જાહેર કરી દાવો કરવામાં આવ્યો છે કે લાલુ યાદવે જેલમાંથી જ NDAના ધારાસભ્ય લલન પાસવાનને ફોન કર્યો. મંત્રીપદની લાલચ આપી અને તેમની સાથે સામેલ થવા જણાવ્યું. લલ્લન પાસવાન બિહારની પીરપેંતી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.
लालू यादव ने दिखाई अपनी असलियत
लालू प्रसाद यादव द्वारा NDA के विधायक को बिहार विधान सभा अध्यक्ष के लिए होने वाले चुनाव में महागठबंधन के पक्ष में मतदान करने हेतु प्रलोभन देते हुए। pic.twitter.com/LS9968q7pl
સુશીલ મોદી તરફથી જે ઓડિયો જાહેર કરાયો છે તેમાં લાલુ યાદવ તરફથી NDAના ધારાસભ્યને કહેવામાં આવી રહ્યું છે કે જો તેઓ સ્પીકરની ચૂંટણીના સમયે ગેરહાજર રહે. કહી દેવાનું કોરોના થઇ ગયો છે. જવાબમાં ભાજપના ધારાસભ્ય તરફથી કહેવામાં આવ્યું કે તેઓ પાર્ટીમાં છે, તેને લઇને મુશ્કેલી ઉભી થશે.
સુશીલ મોદી દ્વારા જાહેર કરાયેલા ઓડિયોમાં લાલુ યાદવ ધારાસભ્યને કહેતા સંભળાઇ રહ્યાં છે કે તેઓ જો તેમને સાથ આપશે તો મંત્રી બનાવશે. (જો કે આ ઓડિયો ક્લિપ માટે કોઇ સત્તાવાર પુષ્ટી કરવામાં આવતી નથી.)
આરજેડીએ આ ઓડિયોને ગણાવ્યો ફેક
રાષ્ટ્રીય જનતા દળે આ ઓડિયો ક્લિપને ફેક ગણાવી છે. આરજેડીએ કહ્યું કે ઓડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. ઓ ઓડિયો ખોટો છે.
અંદાજે 51 વર્ષ બાદ આજે સ્પીકર પદ માટે ચૂંટણી
બિહારમાં NDAની નવી સરકાર બન્યા બાદ વિધાનસભા સ્પીકર પદ માટે આ વખતે ચૂંટણી થવા જઇ રહી છે. અંદાજે 51 વર્ષ પછી આ પદ માટે ચૂંટણી થવા જઇ રહી છે. મહાગઠબંધન તરફથી RJDના ધારાસભ્ય અવધ બિહારીને ઉમેદવાર બનાવામાં આવ્યાં છે. જ્યારે બીજી તરફ NDA તરફથી ભાજપના ધારાસભ્ય વિજય સિંહાને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે.