Lalu Prasad Yadav's condition is more serious, kidney failure can happen at any time because ...
રાજનીતિ /
લાલુ પ્રસાદ યાદવની હાલત વધુ લથડી, ગમે ત્યારે થઈ શકે છે કિડની ફેલ કારણ કે...
Team VTV06:35 PM, 12 Dec 20
| Updated: 06:44 PM, 12 Dec 20
બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની તબિયતને લઈને મોટી જાણકારી બહાર આવી હતી, જેના અનુસાર લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી હતી અને તેમની સારવાર કરી રહેલા RIMS હોસ્પિટલના ડોકટર ઉમેશ પ્રસાદના નિવેદનના અનુસાર તેમની કિડનીની સમસ્યા છે અને જે વધુ ગંભીર બની શકે છે.
લાલુ પ્રસાદ યાદવની તબિયતને લઈને ગંભીર સમાચાર
સારવાર કરી રહેલા ડોકટરે કહ્યું," ગંભીર બની શકે છે સમસ્યા"
હાલમાં માત્ર 25 ટકા જ કિડની કામ કરી રહી છે : ડોકટર
આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ હાલમાં ઘાસચારા કૌભાંડની સજાને લઇને જેલના સળિયા પાછળ ધકેલાયા હતા. એક તરફ તેમની કાનૂની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી તેવામાં હવે તેમને વધુ એક સમસ્યાએ ઘેરી લીધા છે અને આ વખતે તેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરની સારવાર લઈ રહેલા લાલુની તબિયતને લઈને તેમના ડોકટરોએ કહ્યું હતું કે તેમની હાલત વધુ ગંભીર બની શકે છે.
RIMS માં દાખલ છે લાલુ પ્રસાદ યાદવ
આરજેડીના પ્રમુખ લાલુ યાદવની સારવાર લઈ રહેલા ડો.ઉમેશ પ્રસાદ એ કહ્યું હતું કે તેમના કિડની ફંક્શન્સ ગમે ત્યારે બગડી શકે છે. તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પરંતુ આ દેખીતી રીતે ખતરનાક છે અને મેં તે અધિકારીઓને લેખિતમાં આપ્યું છે. નોંધનીય છે કે હાલમાં તેઓ રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર લઈ રહ્યા છે.
Lalu Prasad Yadav's kidney function can deteriorate any time. It's difficult to predict. It is obviously alarming & I've given it in writing to authorities: Dr Umesh Prasad, doctor treating RJD chief Lalu Yadav who is admitted at Rajendra Institute of Medical Sciences, Ranchi pic.twitter.com/6M5GNKSAFW
ડોકટર ઉમેશ પ્રસાદ દ્વારા અપાયેલી માહિતી અનુસાર લાલુ પ્રસાદ યાદવની કિડનીનું ક્રિએટિનાઇન લેબલ સતત વધી રહ્યું છે. હાલમાં તેની કિડનીનો માત્ર 25 ટકા ભાગ કામ કરી રહ્યો છે. જો પરિસ્થિતિ થોડા દિવસો માટે સમાન રહે છે, તો તેઓને ડાયાલિસિસ કરાવવાની જરૂર પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી લાલુ પ્રસાદ ખૂબ જ ચિંતિત અને અસ્વસ્થ છે. તેમણે કહ્યું કે તેમની આરોગ્યની માહિતી રિમ્સ મેનેજમેન્ટ અને સરકારને આપવામાં આવી છે.
ઘાસચારા કૌભાંડની સજા કાપી રહ્યા છે લાલુ પ્રસાદ યાદવ
લાલુપ્રસાદ યાદવ હાલમાં ચારા કૌભાંડના અનેક કેસમાં સજા ભોગવી રહ્યા છે. તાજેતરમાં જ તેણે દુમકા ટ્રેઝરી કેસમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ તે બાબત મોકૂફ રાખવામાં આવી હતી. ઝારખંડ હાઈકોર્ટમાં તેમના વકીલોને કહેવામાં આવ્યું હતું કે દુમકા કેસથી સંબંધિત દસ્તાવેજો હાલમાં નીચલી અદાલતમાં છે.