બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lalpuri of Ghoghamba of Panchmahal, the beneficiary found gram with pests, the villagers are angry.
Dinesh
Last Updated: 08:16 PM, 23 January 2024
ADVERTISEMENT
રાજ્યમાં ફરી એકવાર સડેલા અને જીવાતવાળા અનાજનો મામલો સામે આવ્યો છે. પંચમહાલના ઘોઘંબાના લાલપુરીમાં લાભાર્થીને જીવાત વાળા ચણા મળ્યા છે. જીવાત વાળા ચણા મળતા લાભાર્થી અને સરપંચે તપાસની માગ કરી છે.
ADVERTISEMENT
આંગણવાડીમાંથી મળ્યા જીવાત વાડા ચણા
અત્રે જણાવીએ કે, આંગણવાડી કાર્યકરે 10માં મહિનાનો સ્ટોક આવ્યાની કબૂલાત કરી છે. જ્યારે ગામ લોકોએ ચણામાં જીવાત આવતા દોષિતો સામે કાર્યવાહીની માગ કરી છે. આ સમગ્ર બાબતને લઈ સરપંચે જણાવ્યું કે, ચણાના પેકેટમાં જીવાત જોવા મળી છે, કઈ રીતે આવી છે તેમજ ક્યારનો સ્ટોક હતો તે બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ. આ સ્ટોક દસમાં મહિનાનો હતો તેમજ ચાર પાંચ લોકોને આ સ્ટોક વિતરણ કરવામાં આવ્યો હતો.
વાંચવા જેવું: બાપ રે... કેન્દ્ર સરકારના માથે કુલ 159 લાખ કરોડનું દેવું! RTIમાં ચોંકાવનારો ખુલાસો
ગ્રામજનોમાં રોષ
બાળકોનું આરોગ્ય જળવાય અને તેમનું બુદ્ધિકૌશલ્ય નાનપણથી જ વિકસે તે હેતુથી આંગણવાડીઓ કાર્યરત છે. સરકાર આંગણવાડીઓની સિદ્ધિઓ વર્ણવતા થાકતી નથી પરંતુ ઘોઘંબા તાલુકાની લાલપુરી ગામે આંગણવાડીના ચણામાં જીવાત જોવા મળતા ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર તેની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાત તો કરે છે પરંતુ તેના અમલીકરણના અભાવે કે પછી ચોક્કસ વહીવટી તંત્રના નિષ્ક્રયતાના કારણે તે ધ્યેય હાંસલ કરી શકાતું ન હોય તેવું આ ઘટના પરથી જાણી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.