બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 'PoK અન્ય દેશની જમીન લઈ લઈશું આ યુદ્ધનું એલાન?' બોલ્યા TMC ઉમેદવાર લલિતેશ ત્રિપાઠી

નિવેદન / 'PoK અન્ય દેશની જમીન લઈ લઈશું આ યુદ્ધનું એલાન?' બોલ્યા TMC ઉમેદવાર લલિતેશ ત્રિપાઠી

Last Updated: 12:38 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : ઉત્તર પ્રદેશની ભદોહી લોકસભા બેઠકના TMC ઉમેદવારે કહ્યું, વિકાસના મુદ્દા પર ભાજપને જનસમર્થન ન મળવાથી સરકાર ચૂંટણી પ્રચારને વિકાસની વાતોથી વાળવા માટે આવી વાતો કરી રહી છે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી વચ્ચે અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ PoK ને ભારતમાં સામેલ કરવા નિવેદન આપેલું છે. આ દરમિયાન હવે ઉત્તર પ્રદેશની ભદોહી લોકસભા બેઠકના TMC ઉમેદવાર લલિતેશ પતિ ત્રિપાઠીએ ટીકા કરી છે. લલિતેશ ત્રિપાઠીએ કહ્યું છે કે, વિકાસના મુદ્દા પર ભાજપને જનસમર્થન ન મળવાથી સરકાર ચૂંટણી પ્રચારને વિકાસની વાતોથી વાળવા માટે આવી વાતો કરી રહી છે.

ઉત્તર પ્રદેશની ભદોહી લોકસભા બેઠકના TMC ઉમેદવાર લલિતેશ પતિ ત્રિપાઠીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને ભાજપ નેતાઓના નિવેદનને લઈ કહ્યુ કે, તેનાથી વિવાદ વધી શકે છે. ત્રિપાઠીએ કહ્યું કે, જો ભારત સરકાર PoK પરત લેવાની વાત કરી રહી છે તો તેનો અર્થ એ છે કે, તમે બીજા દેશની જમીન લેવા અને યુદ્ધની જાહેરાત કરવાની વાત કરી રહ્યા છો. PoK એક સમયે ભારતનો ભાગ હતો. રાજકીય મંચ પરથી યુદ્ધની જાહેરાત ન કરવી જોઈએ. જ્યારે દેશ જીવનની મૂળભૂત બાબતો સાથે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે તે યુદ્ધમાં જવાનો સમય નથી.

INDIA ગઠબંધને TMC માટે ભદોહી સીટ છોડી

ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. કોંગ્રેસ પાર્ટી 17 બેઠકો પર સામાન્ય ચૂંટણી લડી રહી છે, જ્યારે રાજ્યમાં INDIA ગઠબંધનની આગેવાની કરી રહેલી સમાજવાદી પાર્ટી 62 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. INDIA એલાયન્સે તૃણમૂલ કોંગ્રેસ માટે એક ભદોહી સીટ છોડી છે. લલિતેશ ત્રિપાઠી આ બેઠક પરથી સામાન્ય ચૂંટણી લડી રહ્યા છે. અખિલેશ યાદવ દાવો કરી રહ્યા છે કે, INDIA ગઠબંધન ઉત્તર પ્રદેશમાં 80માંથી 79 બેઠકો જીતી રહ્યું છે માત્ર એક બેઠક પર ભાજપ સાથે લડાઈ છે.

વધુ વાંચો : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્યનું નિધન, બાથરૂમમાં પગ લપસતા હોસ્પિટલમાં હતા દાખલ

આવો જાણીએ એ શું હતું 2019ની લોકસભા ચૂંટણીનું પરિણામ ?

ભારતીય જનતા પાર્ટીએ ભદોહી સીટ પરથી વિનોદ કુમાર બિંદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ દરમિયાન હરિશંકર બહુજન સમાજ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના રમેશચંદ બિંદને 5 લાખ 10 હજાર વોટ મળ્યા હતા. ત્યારે બિંદે બહુજન સમાજ પાર્ટીના રંગનાથ મિશ્રાને નજીકના અંતરથી હરાવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રમાકાંત યાદવ ત્રીજા ક્રમે હતા. યાદવને લગભગ 25 હજાર મત મળ્યા.

સંકળાયેલા મુદ્દાઓ

Lalitesh Pati Tripathi Pok Amit Shah Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ