બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 06:14 PM, 9 April 2024
લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં સૌથી વધુ વર્તમાનમાં ચર્ચાસ્પદ બેઠક હોય તો તે છે રાજકોટ બેઠક. કારણ કે, આ બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. તેઓ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ વિવાદમાં ઘેરાયેલા છે. તો બીજી તરફ કોંગ્રેસ મનોમંથનમાં હતું પરંતુ આજે કેટલાક ગુજરાત કોંગ્રસના આગેવાનો પરેશ ધાનાણીને ચૂંટણી લડવાને લઈ મનાવવા માટે ગયા હતાં. ત્યારે પરેશ ધાનાણીએ પણ હા ભણી છે. જણાવીએ કે, રાજકોટ બેઠક પરેશ ધાનાણીના ચૂંટણી લડવા મુદ્દે લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
લલિત કગથરાનું નિવેદન
લલિત કગથરાએ કહ્યું કે, જો રૂપાલા ઉમેદવાર હશે, તો કોંગ્રેસના પરશે ધાનાણી ચૂંટણી લડશે. હું પણ રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો અને હાલ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના કારણે ખૂબ રોષ છે. ક્ષત્રિય સમાજની નારાજગીનો કોંગ્રેસ પાર્ટીને લાભ મળશે. વધુમાં કહ્યું કે, અમારી સાથે ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજનો પણ ટેકો છે, પરેશ ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડાવવા મુદ્દે મનાવવા ગયા હતા.
ADVERTISEMENT
પરેશ ધાનાણી રાજકોટ બેઠક પરથી લડશે ચૂંટણી
અત્રે જણાવીએ કે, રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર માહોલ ગરમાયો છે. ચૂંટણી લડવાની ના પાડતા પરેશ ધાનાણીને કોંગ્રેસના આગેવાનો મનાવવા ગયા હતા. જેમાં કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપનાં પરષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે.

રૂપાલા વિવાદ શું છે ?
લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.