બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મુંબઈ / Lalbaugh cha raja darshan 2020

મુંબઈ / સૂનો પડ્યો લાલ બાગ ચા રાજાનો દરબાર, ભક્તો આ રીતે માથું ટેકવા મજબૂર

Parth

Last Updated: 04:26 PM, 25 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના કારણે આ વર્ષ તહેવારોની ઉજવણી ધામધૂમ કરી શકાતી નથી. મુંબઈમાં લાલ બાગ ચા રાજાનું ખૂબ મહત્વ પણ છે આ વર્ષે ચૂપચાપ પોલીસના પહેરામાં ગણેશજીને બિરાજમાન કરાવાયા છે.

  • કોરોનાકાળમાં ફિક્કો પડ્યો ઉજવણીનો રંગ 
  • લાલ બાગ ચા રાજામાં માત્ર ત્રણ ફૂટના ગણેશજી 
  • ગણેશજીનાં દર્શન ઓનલાઇન કરી દેવાયાં

મુંબઇના જાણીતા ગણપતિ પંડાલમાં આ વર્ષે ગણપતિ બાપા મોરિયાનો જયકાર ગુંજી રહ્યો નથી. ગુલાલ ઉડાડતી ભીડ નાચતાં નાચતાં બાપાને લઇ આવી રહી નથી. ચૂપચાપ પોલીસના પહેરામાં ગણેશજીને બિરાજમાન કરાવાયા છે. પંડાલમાં ભીડ નથી કે નથી ભક્તો. માત્ર ત્રણ ફૂટના ગણેશજી એકલા બિરાજમાન છે. ગણેશજીનાં દર્શન ઓનલાઇન કરી દેવાયાં છે. 

આખું અંધેરી બાપાનાં ઓનલાઇન દર્શન કરે છે. એકલદોકલ લોકો જ ગણેશજીના ભોગ માટે પ્રસાદ લઇને આવે છે. દરેક વ્યક્તિને એક-એક કરીને હાથ સે‌િનટાઇઝ કરીને જ ભગવાન પાસે આવવા દેવાય છે. ગણેશજીનું સ્ટેજ હજાર મીટરના અંતરે છે. અહીંની વ્યવસ્થા સંભાળી રહેલા સુબોધ ચિટનીસનું કહેવું છે કે આમ તો ઓનલાઇન દર્શન દર વર્ષે કરાવવામાં આવે છે, પરંતુ એવું પહેલી વાર થઇ રહ્યું છે કે અમે લોકોને કહી રહ્યા છીએ કે અહીં ના આવો. 

Image may contain: one or more people and people standing

લાલબાગના રાજાના ત્યાં એક મોટો સ્ક્રીન છે, તેમાં ગયા વર્ષના ગણેશ મહોત્સવની ઝલક જોવા મળે છે. ભક્તોની શ્રદ્ધા એવી છે કે લોકો તેનાં પણ દર્શન માટે આવી રહ્યા છે અને ગયા વર્ષના વીડિયો સામે માથું ટેકવી રહ્યા છે.  અહીં કોઇ મૂર્તિ નથી છતાં લોકો દર્શન માટે આવે છે. 

૧૯૩૪ના વર્ષ બાદ પહેલી વાર એવું બન્યું કે મન્નતના રાજા ગણાતા લાલબાગનો દરબાર ખાલી છે, છતાં આ વિસ્તારમાં રોનક છે. લોકો આવે છે અને જાય છે. પૂજાપાઠની દુકાનો ખુલ્લી છે. લાલબાગ ચા રાજાનું આ ૮૭મું વર્ષ છે. આટલાં વર્ષમાં પહેલી વાર એવું થયું કે અહીં ગણેશોત્સવ મનાવવામાં આવ્યો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai ganesh chaturthi 2020 lal bag cha raja Ganesha Chaturthi 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ