બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 08:38 PM, 12 January 2024
ADVERTISEMENT
Ram Mandir Inauguration: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી જશે કે નહીં તે અંગેની તમામ અટકળો વચ્ચે લાલકૃષ્ણ અડવાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રામ મંદિર આંદોલનના અગ્રણી ચહેરાઓ પૈકીના એક અડવાણીએ છે, તેમણે કહ્યું કે, નિયતીએ નક્કી કર્યું હતું કે શ્રી રામનું મંદિર અયોધ્યામાં ચોક્કસપણે બનશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે, ત્યારે તેઓ દરેક ભારતવર્ષના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ ભારતીયોને શ્રી રામના ગુણો અપનાવવાની પ્રેરણા આપશે.
હાજરી આપવાનો પણ સંકેત આપ્યો હતો
લાલ કૃષ્ણ અડવાણીએ એક માસિક સામયિક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, રથયાત્રા શરૂ થયાના થોડા દિવસો પછી મને સમજાયું કે હું માત્ર એક સારથિ છું. રથયાત્રાનો મુખ્ય સંદેશવાહક રથ પોતે હતો અને પૂજાને લાયક હતો કારણ કે તે શ્રી રામ મંદિરના નિર્માણના પવિત્ર હેતુને પરિપૂર્ણ કરવા માટે શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમણે 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનો પણ સંકેત આપ્યો હતો.
ADVERTISEMENT
આલોક કુમારે દાવો પણ કર્યો હતો
વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોક કુમારે પણ ગુરુવારે દાવો કર્યો હતો કે રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનાર લાલ કૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે.
રામ મંદિર આંદોલનના અગ્રણી હતા
અડવાણીએ 1990ના દાયકાની શરૂઆતમાં રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત હજારો લોકો ભાગ લેશે.
વાંચવા જેવું: ક્યાં અને કેવું છે રામાયણનું પંચવટી? જ્યાંથી PM મોદી શરૂ કરવા જઇ રહ્યાં છે 11 દિવસનું અનુષ્ઠાન
કોંગ્રેસે આમંત્રણને નકારી કાઢ્યું
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ સમારોહના આમંત્રણને નકારી કાઢ્યું છે અને કહ્યું છે કે ભાજપ આ બધું ચૂંટણી લાભ માટે કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.