બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Lal Krishna Advani અપોલોમાં દાખલ, સતત બે સપ્તાહથી તેમની તબિયત રહેતી નાદુરસ્ત

નેશનલ / Lal Krishna Advani અપોલોમાં દાખલ, સતત બે સપ્તાહથી તેમની તબિયત રહેતી નાદુરસ્ત

Last Updated: 10:44 AM, 14 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lal Krishna Advani: દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ડૉકટરની દેખરેખ હેઠળ છે.

Lal Krishna Advani: દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ડૉકટરની દેખરેખ હેઠળ છે. લાલકૃષ્ણ અડવાણી રૂટીન ચેકઅપ માટે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સતત બે સપ્તાહથી તેમની તબિયત નાદુરસ્ત છે.

અગાઉ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

નોંધનીય છે કે અગાઉ અડવાણીને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ન્યુરોલોજીસ્ટ ડો. વિનીત સુરીના નિરીક્ષણ હેઠળ હતા અને તેમની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી. એક મહિના પહેલા 26 જૂને રાત્રે 10:30 વાગ્યે તેમને દિલ્હી એમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડો.અમલેશ શેઠની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી. 30 માર્ચ, 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો : 'વન નેશન વન ઇલેક્શન' પર સરકારની પૂરી તૈયારી, સોમવારે લોકસભામાં રજૂ કરાશે બિલ, જાણો વિગત

લાલકૃષ્ણ અડવાણીએ 8 નવેમ્બરે પોતાનો 98મો જન્મદિવસ ઉજવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 1927ની 8મી નવેમ્બર કરાચી (હાલ પાકિસ્તાન)માં થયો હતો. તેમણે 8 નવેમ્બરે પોતાનો 98મો જન્મદિવસ ઉજવ્યો હતો. વડાપ્રધાન મોદીએ તેમના જન્મદિવસે શુભેચ્છા સંદેશમાં લખ્યું હતું કે, 'શ્રી લાલ કૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. આ વર્ષ વધુ વિશેષ છે કારણ કે તેમને આપણા રાષ્ટ્ર માટે તેમની ઉત્કૃષ્ટ સેવા માટે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. તેઓ ભારતના સૌથી પ્રશંસનીય રાજકારણીઓમાંના એક છે, જેમણે પોતાને ભારતના વિકાસ માટે સમર્પિત કરી દીધા હતા. તેમની બુદ્ધિમત્તા અને સમૃદ્ધ આંતરદૃષ્ટિ માટે તેઓ હંમેશા આદર પામ્યા છે. હું ભાગ્યશાળી છું કે ઘણા વર્ષો સુધી તેમનું માર્ગદર્શન મળ્યું. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bjp lal krishna advani delhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ