બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો, બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ શટલર
Last Updated: 11:06 PM, 2 August 2024
લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો છે. લક્ષ્ય બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચી ગયો છે. લક્ષ્યે ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો હતો. લક્ષ્ય આ ઈવેન્ટની સેમીફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ શટલર છે. લક્ષ્ય પહેલી ગેમ હારી ગયો, પરંતુ બીજી ગેમમાં તેણે પુનરાગમન કર્યું. ત્યાર બાદ તેણે નિર્ણાયક ગેમ જીતીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.
ADVERTISEMENT
કોણ છે લક્ષ્ય સેન ?
લક્ષ્ય સેન મૂળ ઉત્તરાખંડથી આવે છે.. અને તેમનું ઘર ઉત્તરાખંડના અલ્મોડામાં આવેલું છે. 16 ઑગષ્ટ 2001ના રોજ જન્મેલા લક્ષ્ય સેન બૅડમિન્ટનના જાણીતા પ્રશિક્ષકો વિમલકુમાર, પુલેલા ગોપીચંદ અને યોંગ સૂ યૂ પાસેથી ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. તેની ઉંચાઇ અંદાજે 5 ફૂટ 11 ઇંચ જેટલી છે. તેમના પિતા ડી. કે. સેન પણ બૅડમિન્ટન ખેલાડી રહી ચૂક્યા છે અને તેઓ કોચ તરીકે પણ કામ કરે છે. લક્ષ્યના ભાઈ ચિરાગ સેન પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બૅડમિન્ટન રમે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.