બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ કંપનીનો IPO ભૂલ્યા વગર ભરી દેજો! લોન્ચ પહેલા જ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 166 રૂપિયા

સ્ટોક માર્કેટ / આ કંપનીનો IPO ભૂલ્યા વગર ભરી દેજો! લોન્ચ પહેલા જ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 166 રૂપિયા

Last Updated: 07:04 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપનીએ એન્કર એટલે કે મોટા રોકાણકારો પાસેથી રૂ. 314 કરોડ કરતાં થોડું વધારે એકત્ર કર્યું છે. BSE વેબસાઈટ પર અપલોડ કરાયેલા પરિપત્ર અનુસાર, એન્કર સ્ટેજમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ અને વિદેશી સંસ્થાઓની ભાગીદારી જોવા મળી છે.

ઓર્બિમ્ડ-બેક્ડ લક્ષ્મી ડેન્ટલના IPOને એન્કર રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો છે. કંપનીએ એન્કર એટલે કે મોટા રોકાણકારો પાસેથી રૂ. 314 કરોડ કરતાં થોડું વધારે એકત્ર કર્યું છે. BSE વેબસાઈટ પર અપલોડ કરાયેલા પરિપત્ર અનુસાર, એન્કર સ્ટેજમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ અને વિદેશી સંસ્થાઓની ભાગીદારી જોવા મળી છે..

ઘણા મોટા રોકાણકારોના દાવ

આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ (MF), ICICI પ્રુડેન્શિયલ MF, HDFC MF, કોટક MF, Mirae Asset MF, Tata MF, બિરલા સનલાઈફ ઈન્સ્યોરન્સ, મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ, અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, નોમુરા, ગોલ્ડમેન સાક્સ, અલ મેહવર કોમર્શિયલ ઈન્વેસ્ટમેન્ટ્સ અને Natixis ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ અને અન્યને આ તબક્કામાં શેર ફાળવવામાં આવ્યા હતા.

ઈશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ

મુંબઈ સ્થિત લક્ષ્મી ડેન્ટલે 31 એન્ટિટીને રૂ. 428 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે 73.39 લાખ શેર ફાળવ્યા છે, જેનાથી ટ્રાન્ઝેક્શનનું કદ રૂ. 314.12 કરોડ થયું છે. તેના IPOની ઇશ્યૂ કિંમત 407-428 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ IPOને ગ્રે માર્કેટમાં જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 166 છે. અને IPO 594 રૂપિયામાં લિસ્ટ થઈ શકે છે. ઇશ્યૂ 13 જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 15 જાન્યુઆરીએ બંધ થશે.

ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ મુજબ રૂ. 138 કરોડના નવા શેર ઉપરાંત, IPOમાં પ્રમોટર્સ રાજેશ વ્રજલાલ ખાખર અને સમીર કમલેશ મર્ચન્ટ અને અન્ય શેરધારકો દ્વારા રૂ. 560 કરોડના મૂલ્યના 1.31 કરોડ ઇક્વિટી શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.

પૈસાનું શું થશે ?

IPO દસ્તાવેજો અનુસાર, નવા ઈશ્યુમાંથી મળનારી રકમનો ઉપયોગ સબસિડિયરી કંપની બિઝડેન્ટ ડિવાઈસીસમાં રોકાણ, કંપની માટે નવા મશીનો ખરીદવા, દેવાની ચુકવણી અને કંપનીની સામાન્ય કામગીરી માટે કરવામાં આવશે. IPO સંભાળતા મર્ચન્ટ બેન્કર્સ નુવામા વેલ્થ મેનેજમેન્ટ, મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ અને SBI કેપિટલ માર્કેટ્સ છે.

આ પણ વાંચોઃ રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો! ઊંધા માથે પટકાયું શેરબજાર, આ ત્રણ કારણો જવાબદાર

PROMOTIONAL 13

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Stock Market Laxmi Dental
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ