lady teacher jailed for sexual harassment of minor boy student
કલંકિત /
સેક્સની ભૂખમાં ભાન ભૂલી શિક્ષિકા, વિદ્યાર્થીને બનાવ્યો શિકાર, જુઓ પછી શું થયું
Team VTV12:37 PM, 27 Oct 21
| Updated: 12:39 PM, 27 Oct 21
ગુરૂ અને શિષ્યના સંબંધને સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. પરંતુ અમેરિકાની એક શિક્ષિકાએ આ સંબંધ પર ગ્રહણ લગાવ્યું છે. બ્રિટનના Horsham, West Sussex માં રહેતી 25 વર્ષની શિક્ષિકાએ 14 વર્ષના સગીર વિદ્યાર્થીને પોતાની જાળમાં એવો ફસાવ્યો કે શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે ઘણી વખત શારીરીક સંબંધ બાંધ્યા. હવે શિક્ષિકાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
શિક્ષિકાએ ગુરૂ-શિષ્યના સંબંધને કલંકિત કર્યો
25 વર્ષની શિક્ષિકાએ 14 વર્ષના સગીર સાથે કેળવ્યાં શારીરીક સંબંધો
શિક્ષિકાએ સ્વીકાર્યુ, મારી કારમાં સગીર સાથે શારીરીક સંબંધો બનાવ્યાં
કરતી હતી બ્લેકમેલ
આરોપી શિક્ષિકાની જ્યારે આ કરતુત ઉજાગર થઈ તો તેની સામે સગીર સાથે જાતીય સતામણી કરવાનો કેસ નોંધવામાં આવ્યો. શિક્ષિકાએ પોલીસની પૂછપરછમાં સ્વીકાર્યુ કે સગીર વિદ્યાર્થીને પોતાની પ્રેમજાળમાં ફસાવી ઘણી વખત પોતાની કારમાં શારિરીક સંબંધો બાંધ્યા હતા. પોલીસ તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે આરોપી શિક્ષિકા વિદ્યાર્થીને બ્લેકમેલ પણ કરતી હતી. એક વેબના રિપોર્ટ મુજબ, આખી ઘટના બ્રિટનના Horsham, West Sussex ની એક શાળાની છે. જ્યાં 25 વર્ષીય શિક્ષિકા ફતિના હુસૈન કામ કરતી હતી.
રહસ્ય પરથી કેવીરીતે ખુલ્યો પડદો?
શિક્ષિકાએ મજાક-મજાકમાં એક દિવસ પોતાના મિત્રોને પોતાની કરતુત બતાવી દીધી ત્યારે શિક્ષિકા ચર્ચામાં આવી. તેમણે કહ્યું કે તે પોતાના વર્ગના 14 વર્ષના બાળક સાથે શારીરીક સંબંધ કેળવે છે. જ્યારે આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો તો 25 વર્ષીય ફતિના હુસૈને બાળકના પરિવારને ધમકી આપવાની શરૂ કરી દીધી. આ સાથે લાંચ આપવાનો પણ પ્રયાસ કર્યો.
કોર્ટે સંભળાવી સજા
આ કેસની સુનાવણી બ્રાઈટન ક્રાઉન કોર્ટમાં થઇ હતી. કોર્ટે હુસૈનને સગીર સાથે જાતિય સતામણી કરવાના આરોપમાં 5 વર્ષ અને 4 મહિનાની જેલની સજા સંભળાવી છે. પહેલાં શિક્ષિકાએ દાવો કર્યો હતો કે તે 14 વર્ષના વિદ્યાર્થી સાથે શારીરીક સંબંધ કેળવી પ્રેગનન્ટ બની હતી. ગયા મહિને જૂનમાં જામીન પર મુક્ત થયા બાદ હુસૈને પોલીસ તપાસને અટકાવવા માટે સગીર અને તેના પરિવાર પર અત્યાચાર શરૂ કર્યો હતો.
વિદ્યાર્થીને ફસાવવાનો પ્રયત્ન કર્યો
ઉલ્લેખનીય છે કે, સેક્સની ભૂખી શિક્ષિકા અહીંથી અટકી નહીં. શિક્ષિકા હુસૈને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ઘણાં બાળકો સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો. સગીરના પરિવાર પર કેસ પાછો ખેંચવાનું દબાણ નાખતા હુસૈને તેના પરિવારના એક સભ્યને નોકરીમાંથી કાઢવાની ધમકી આપી હતી.