બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:49 PM, 21 July 2024
Britain Jail Viral Video : આપણે સાંભળ્યું હશે કે જેલમાં કેદીઓ ફોન ઉપર વાત કરતાં હોય કે પછી દારૂની પાર્ટી થતી હોય. પણ શું તમે જાણો છો કે જેલમાં લેડી ઓફિસરો શરીર વેચતી ઝડપાઇ છે. વાસ્તવમાં જેલોની દુનિયા ખૂબ જ રહસ્યમય છે. જેલમાં જે થાય છે તેના માટે માત્ર જેલરો અને કેદીઓ જ જવાબદાર છે. જોકે જેલોની દુનિયા સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનમાં મહિલા અધિકારીનો એક કેદી સાથે શારીરિક સંબંધનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હંગામો મચી ગયો હતો.
ADVERTISEMENT
એક કેદી દ્વારા કરવામાં આવેલો દાવો ચોંકાવનારો છે. એક અહેવાલમાં જણાવાયું છે કે, જેલમાં બંધ ગેંગસ્ટરોએ દાવો કર્યો છે કે, તેઓએ જેલમાં સેક્સ માટે મહિલા જેલ અધિકારીઓને 2,000 પાઉન્ડ (બે લાખ રૂપિયાથી વધુ) ચૂકવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ માહિતી જેલના કેદીઓ અને ગુનેગારો વચ્ચેની ટિકટોક ચેટમાંથી બહાર આવી છે.
ADVERTISEMENT
કેદીનો મોટો દાવો, જેલ અધિકારીઓ પર મોટો આરોપ
એક અલ્બેનિયન ભૂતપૂર્વ દોષિતે દાવો કર્યો છે કે, અમે અલ્બેનિયનો મહિલા જેલ અધિકારીઓ સાથે સેક્સ કરવા માટે 2 લાખ ચૂકવીએ છીએ. એવું કહેવામાં આવ્યું હતું કે, હત્યાના આરોપમાં જેલમાં રહેલા 32 વર્ષીય કેદીએ તેની સાથે શારીરિક સંબંધો હોવાનો લાઈવ વીડિયો શેર કર્યો હતો. અહેવાલો અનુસાર કેદીઓ કહે છે કે, તેઓ આવું એટલા માટે કરે છે જેથી તેમની સજા વધુ ન વધે અને અધિકારીઓ તેમને બહાર નીકળવામાં મદદ કરે.
વધુ વાંચો : આ વ્યક્તિના લીધે માઈક્રોસોફ્ટ અને આખી દુનિયા થઈ ઠપ? જાતે જ પોસ્ટ કરીને જણાવ્યું કારણ
મહિલા જેલ અધિકારીનો વીડિયો વાયરલ
લિન્ડા ડી સોસા એબ્રેયુ નામની 30 વર્ષની ભૂતપૂર્વ મહિલા જેલ ઓફિસરનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે જેલમાં જ એક કેદી સાથે સેક્સ કરતી જોવા મળી હતી. વીડિયો વાયરલ થયા બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેને જામીન પણ મળી ગયા હતા. જો કે આ મામલે પણ તપાસ ચાલી રહી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, જે મહિલા અધિકારી પર કેદીઓ સાથે શારીરિક સંબંધો હોવાનો આરોપ છે તેનું કોઈ એડલ્ટ સાઇટ પર એકાઉન્ટ પણ હોઈ શકે છે. જ્યાં તે વીડિયો શેર કરશે. અહેવાલો અનુસાર વીડિયો વાયરલ થયા બાદ પૂર્વ મહિલા અધિકારીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી દીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.