બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 05:07 PM, 13 October 2020
ADVERTISEMENT
ચીને એમ પણ કહ્યું છે કે તે આ ક્ષેત્રમાં માળખાગત નિર્માણનો વિરોધ કરે છે. આ સાથે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયા(Zhao Lijian)ને કહ્યું છે કે સરહદ પર માળખાગત વિકાસ એ બંને પક્ષો વચ્ચે તણાવનું મુખ્ય કારણ છે. તેમણે કહ્યું કે બંને પક્ષે આવી કાર્યવાહી ન કરવી જોઇએ જેનાથી તણાવ વધે છે.
ચીન લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે માન્યતા આપતો નથી
ADVERTISEMENT
ઝાઓએ લદાખ ક્ષેત્ર અને અરુણાચલ પ્રદેશમાં આઠ-આઠ પુલ શરૂ કરવા ભારત વતી આ જવાબ આપ્યો હતો. ચીનના પ્રવક્તાએ કહ્યું, 'સૌ પ્રથમ, હું સ્પષ્ટ કરવા માંગું છું કે ચીન લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે માન્યતા આપતો નથી.
અરૂણાચલ પ્રદેશની ગેરકાયદેસર રીતે તેની સ્થાપના કરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતે અરૂણાચલ પ્રદેશની ગેરકાયદેસર રીતે તેની સ્થાપના કરી છે. અમે સૈન્ય હેતુ માટે સરહદ પરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની વિરુદ્ધ છીએ. તેમણે કહ્યું કે સર્વસંમતિના આધારે બંને પક્ષે સરહદની ફરતે આવું પગલું ભરવું જોઈએ નહીં કે તણાવ વધે. સ્થિતિને સામાન્ય બનાવવા માટે બંને પક્ષના પ્રયત્નોને નુકસાન થશે.તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય પક્ષ સરહદ પરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા સાથે સૈન્ય તૈનાત કરી રહ્યું છે અને આ બંને પક્ષો વચ્ચે વધી રહેલા તણાવનું મૂળ કારણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT