બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lack of basic facilities in Dudhrej the villagers presented to the collector
Mahadev Dave
Last Updated: 10:56 PM, 26 December 2022
ADVERTISEMENT
સુરેન્દ્રનગરના દુધરેજમાં સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓ માટે વિરોધ નોંધાવ્યો હતો. રસ્તા, સફાઈ અને પીવાના પાણીની સમસ્યાને લઈ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાન ન આપતા દુધરેજના લોકોએ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં લોકોએ સુત્રોચાર કરી રોષ ઠાલવ્યો હતો. વધુમાં તાબડતોબ સુવિધા આપોની માંગ ઉઠાવી હતી.
પીવાના પાણીની વિકટ સમસ્યા
સુરેન્દ્રનગરના દુધરેજમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે. જેને લઈને લોકોને પરેશાનીનો કોઈ પર નથી. આ ગામમાં રોડ-રસ્તા, સફાઈ અને પીવાના પાણીની વિકટ સમસ્યા છે. જેથી લોકોએ અનેક વખત રજુઆત કરી હતી. છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા સમસ્યાના ઉકેલની દિશામાં કાર્યવાહી ન કરતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.
ADVERTISEMENT
કલેકટરને રજુઆત
સરકાર દ્વારા છેવાડાના લોકોનો પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે અનેક દાવાઓ કરવામાં આવે છે. પરંતુ હકીકતો એ પણ છે કે અનેક ગામોમાં વિકાસની વાતતો દૂર રહી પરંતુ અનેક ગામો પ્રાથમિક સુવિધાઓના પણ ઠેકાણા નથી. જેની ચાળી દુધરેજ ગામ ખાઈ રહ્યું છે. દુધરેજ ગામે તમામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યું છે. દુધરેજ ગામમાં પ્રાથમિક સુધાઓ આપવા આવે તેમાટે સ્થાનિકોએ એકઠા થઈને કલેકટરને રજુઆત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.