મોદી સરકારે ઇ-શ્રમ પોર્ટલ વિકસાવ્યું છે, જે તેમના આધાર કાર્ડ સાથે લિન્ક કરી દેવામાં આવશે.
મોદી સરકારની શ્રમિકો માટે યોજના
ઈ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી તદ્દન મફત
જાણો શું છે આ યોજનામાં ખાસ?
ભારત સરકારે કરોડો અસંગઠિત કામદારો અને તેમના કલ્યાણ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ શરૂ કર્યો છે. મોદી સરકારે ઇ-શ્રમ પોર્ટલ વિકસાવ્યું છે, જે તેમના આધાર કાર્ડ સાથે લિન્ક કરી દેવામાં આવશે.
આ પોર્ટલ બાદ દેશમાં 38 કરોડથી વધુ અસંગઠિત કામદારો (UW) એક પોર્ટલ હેઠળ નોંધાયેલા હશે. ઇ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી તદ્દન મફત કરવામાં આવશે અને કામદારોને કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) અથવા ક્યાંય પણ તેના નોંધણી માટે કોઈ જ રકમ ચૂકવવાની જરૂર રહેતી નથી.
નોંધણી પછી, કામદારોને એક યુનિક યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથેનું ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે અને તેઓ આ કાર્ડ દ્વારા ગમે ત્યાં ગમે ત્યારે વિવિધ સામાજિક યોજનાઓના લાભ પણ મેળવી શકશે.
શ્રમિક કાર્ડ લાભો
ઈ-શ્રમ કાર્ડ દેશભરમાં સ્વીકાર્ય રહેશે. નોંધણી કર્યા પછી, કામદારને આકસ્મિક વીમા કવર અને PMSBY હેઠળ આંશિક અપંગતા માટે 2 લાખ અને 1 લાખ રૂપિયાની કાયમી અપંગતા મેળવવાનો હક છે. ભવિષ્યમાં, અસંગઠિત કામદારોના તમામ સામાજિક સુરક્ષા લાભો આ પોર્ટલ દ્વારા પહોંચાડવામાં આવશે. કટોકટી અને રાષ્ટ્રીય રોગચાળા જેવી પરિસ્થિતિઓમાં, આ ડેટાબેઝનો ઉપયોગ યોગ્ય અસંગઠિત કામદારોને જરૂરી સહાય પૂરી પાડવા માટે થઈ શકે છે.
e-Shram Portal: Government of India launches National Database for Unorganised Workers for the overall welfare of crores of unorganized workers of the country#ShramevJayatepic.twitter.com/cwt1x7epqf
પ્રથમ રાષ્ટ્રીય ડેટાબેઝ
તેમાં તેમની માહિતી જેવી કે નામ, વ્યવસાય, સરનામું, શૈક્ષણિક લાયકાત, કૌશલ્યના પ્રકારો અને કુટુંબની વિગતો રહેશે અને તેમને સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો વિસ્તૃત કરવામાં આવશે. આ પ્રકારનો સ્થળાંતર કામદારો, બાંધકામ કામદારો, ગિગ અને પ્લેટફોર્મ કામદારો અને અન્ય સહિત અસંગઠિત કામદારોનો પ્રથમ રાષ્ટ્રીય ડેટાબેઝ છે.
આ માટેની નોંધણી 26 ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે.
તમામ રજીસ્ટર્ડ અસંગઠિત કામદારોને એક વર્ષ માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) દ્વારા આકસ્મિક વીમા કવચ પૂરું પાડવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારો કોઈપણ રોગચાળા/ આફતોના કિસ્સામાં લાયક યુડબ્લ્યુને સહાય પૂરી પાડવામાં મદદરૂપ થશે.
બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, શેરી વિક્રેતાઓ, ઘરેલુ કામદારો, દૂધવાળા, ટ્રક ડ્રાઈવરો, માછીમારો, ખેતી કામદારો અને અન્ય સમાન કામદારોને ઈ-શ્રમ પોર્ટલમાં આવરી લેવાશે.
26 ઓગસ્ટના રોજ, શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું અને શ્રમ અને રોજગાર અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીની હાજરીમાં તેને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પણ આપવામાં આવ્યું હતું.
38 કરોડ અસંગઠિત કામદારોની નોંધણી
આ સિસ્ટમ 38 કરોડ અસંગઠિત કામદારોની નોંધણી માટે બનાવવામાં આવી રહી છે. શ્રમ મંત્રીએ જણાવ્યું હતું કે, "તે માત્ર તેમની નોંધણી જ નહીં કરે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ પહોંચાડવામાં પણ મદદરૂપ થશે."
શ્રમિક કાર્ડ નોંધણી પ્રક્રિયા
1. સૌથી પહેલા તો ઇ-શ્રમ પોર્ટલ રજીસ્ટર કરવા માટે, eshram.gov.in પર સત્તાવાર વેબસાઇટ પર લૉગ ઇન કરવાનું રહેશે.
2. ત્યાર બાદ હોમ પેજ પર 'Register on e-SHRAM' નામની લિંક પર ક્લિક કરો.
3. હવે આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને send OTP પર ક્લિક કરો.
4. નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પછીની સૂચનાઓનું પાલન કરો.
હવે માની લૉ કે જો કોઈ કામદાર પાસે આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર જ નથી, તો તે નજીકના CSC ની મુલાકાત લઈ શકે છે અને બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરાવી શકે છે.
શા માટે જરૂરી છે પોર્ટેબિલિટી?
એક અહેવાલ અનુસાર મંત્રાલય ઇ-શ્રમ પોર્ટલને ઇન્ટીગ્રેટ કરવું જરૂરી છે કારણકે અસંગઠિતથી સંગઠિત ક્ષેત્રમાં અથવા સંગઠિતથી અસંગઠિત ક્ષેત્રમાં જતા વર્કર્સને સામાજિક સુરક્ષાના લાભ મળતાં રહે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ઘણાં અનૌપચારિક કે અસંગઠીત કર્મચારીઓ હશે કે જે એક સમયે ઔપચારિક/સંગઠિત ક્ષેત્રના થઇ જશે અને ESIC કે EPFOને હેઠળ આવી જશે અને કેટલાક કર્મચારીઓ એવા હશે કે જે ઔપચારિક ક્ષેત્રથી બહાર નિકળશે અને પોતાનો વ્યવસાય શરૂ કરે છે. તેથી લાભોના પોર્ટેબિલિટિની જરૂર છે.
શું કહે છે એક્સપર્ટસ?
એક્સપર્ટસના મત અનુસાર, આધાર અને બેંક લિંક લેબર સિટીઝનશીપ કાર્ડ સિસ્ટમમાં ગતિશિલતા અને પોર્ટેબિલિટીને સક્ષમ કરશે. ન માત્ર સામાજિક સુરક્ષાના લાભોની પોર્ટેબિલિટીની અનુમતી આપશે પણ ભવિષ્યમાં જરૂરત પડતાં કોઇ પણ પ્રકારની સામાજિક મદદ પણ ઉપલ્બધ કરાવાશે. છેલ્લા કેટલાક દિવસોમાં અસંગઠિત ક્ષેત્રોમાં કાર્યરત દેશના કરોડો મજૂરોને મોદી સરકારે મોટી ભેટ આપી છે. સરકારે મજૂરોના હિતને ધ્યાનમાં રાખીને ઇ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું હતું. જેના અંતર્ગત મજૂરોના ઇ-શ્રમ કાર્ડ બનશે. આ કાર્ડ પર આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રત્યેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનું ફ્રી હેલ્થ ઇન્શ્યોરન્સ કવર મળશે.