બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / labour ministry working on a mechanism that will provide social security benefits to workers know more
Arohi
Last Updated: 06:50 PM, 31 August 2021
ADVERTISEMENT
શ્રમ મંત્રાલય સંગઠિતથી અસંગઠિત ક્ષેત્રમાં ટ્રાન્સફર થતા શ્રમિકોને સામાજિક સુરક્ષાના લાભની પોર્ટેબિલિટિની પરવાનગી આપવા માટે એક મિકેનિઝમ ડેવલપમેન્ટ કરવાનો વિચાર કરી રહી છે. મીડિયા રીપોર્ટ મુજબ શ્રમ-મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે હાલમાં જ શરૂ કરવામાં આવેલી ઇ-શ્રમ પોર્ટલને ઇન્ટીગ્રેટ કરવાનું શરૂ કર્યું છે.
ADVERTISEMENT
શા માટે જરૂરી છે પોર્ટેબિલિટી?
એક અહેવાલ અનુસાર મંત્રાલય ઇ-શ્રમ પોર્ટલને ઇન્ટીગ્રેટ કરવું જરૂરી છે કારણકે અસંગઠિતથી સંગઠિત ક્ષેત્રમાં અથવા સંગઠિતથી અસંગઠિત ક્ષેત્રમાં જતા વર્કર્સને સામાજિક સુરક્ષાના લાભ મળતાં રહે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ઘણાં અનૌપચારિક કે અસંગઠીત કર્મચારીઓ હશે કે જે એક સમયે ઔપચારિક/સંગઠિત ક્ષેત્રના થઇ જશે અને ESIC કે EPFOને હેઠળ આવી જશે અને કેટલાક કર્મચારીઓ એવા હશે કે જે ઔપચારિક ક્ષેત્રથી બહાર નિકળશે અને પોતાનો વ્યવસાય શરૂ કરે છે. તેથી લાભોના પોર્ટેબિલિટિની જરૂર છે.
40 કરોડ શ્રમિકોને થશે ફાયદો
સરકારના આ પગલાથી 40 કરોડ શ્રમિકોને લાભ થશે, જેમાં અસંગઠિતથી સંગઠિત ક્ષેત્રની નોકરીઓમાં જતા, નાનાથી મોટી સંસ્થાઓમાં જતા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે જે હવે સેલ્ફ એમ્પ્લોઇડ છે. એકવાર આ પોર્ટેબિલિટિ શરૂ થયા બાદ નોકરી આપતા લોકોને પોતાની સંસ્થામાં સામાજિક સુરક્ષાના લાભ માટે તે કર્મચારીઓને રજીસ્ટર કરવાની જરૂર નહીં રહે કે જે અગાઉથી જ ભારતના કાર્યબળનો ભાગ રહ્યા છે.
આ ઉપરાંત એવું જણાવાઇ રહ્યું છે કે સરકાર વિવિધ સંગઠનો અને ઇ-શ્રમ પોર્ટલ ડેટાબેઝમાં સામાજિક સુરક્ષા વ્યવસ્થાને જોડવા માટે આધાર સાથે સંકળાયેલા યુનિવર્સલ અકાઉન્ટ નંબર પર દાવ લગાવી રહી છે. જો કે, તેમણે એ નિશ્ચિત કરવું પડશે કે કર્મચારીઓ અગાઉની વ્યવસ્થા હેઠળ સંચિત લાભોનું નુક્સાન ન થાય અને તેને નવી વ્યવસ્થામાં ટ્રાન્સફર કરવામાં આવે અથવા જ્યારે તે બાકી રહે ત્યારે તેને વહેંચી દેવામાં આવે.
શું કહે છે એક્સપર્ટસ?
એક્સપર્ટસના મત અનુસાર, આધાર અને બેંક લિંક લેબર સિટીઝનશીપ કાર્ડ સિસ્ટમમાં ગતિશિલતા અને પોર્ટેબિલિટીને સક્ષમ કરશે. ન માત્ર સામાજિક સુરક્ષાના લાભોની પોર્ટેબિલિટીની અનુમતી આપશે પણ ભવિષ્યમાં જરૂરત પડતાં કોઇ પણ પ્રકારની સામાજિક મદદ પણ ઉપલ્બધ કરાવાશે. છેલ્લા કેટલાક દિવસોમાં અસંગઠિત ક્ષેત્રોમાં કાર્યરત દેશના કરોડો મજૂરોને મોદી સરકારે મોટી ભેટ આપી છે. સરકારે મજૂરોના હિતને ધ્યાનમાં રાખીને ઇ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું હતું. જેના અંતર્ગત મજૂરોના ઇ-શ્રમ કાર્ડ બનશે. આ કાર્ડ પર આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રત્યેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનું ફ્રી હેલ્થ ઇન્શ્યોરન્સ કવર મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.