ગુજરાત /
કયાર વાવાઝોડાની અસરઃ સમગ્ર રાજ્યમાં સર્જાયો વરસાદી માહોલ, પાકને ભારે નુકસાનની શક્યતા
Team VTV07:31 AM, 30 Oct 19
| Updated: 10:22 AM, 30 Oct 19
વાવાઝોડું ક્યાર ભલે ઓમાન તરફ ફંટાયું હોય પણ તેની અસર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી છે. ગઇકાલે મોડી રાત્રે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જો કે હજી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
સમગ્ર ગુજરાતમાં ક્યાર વાવાઝોડાની અસર
અમદાવાદ,રાજકોટ, વડોદરા,સહિતના જિલ્લાઓમા વરસાદ
મગફળી, કપાસ અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન
સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાની અસર
ક્યાર વાવાઝોડાની અસર હેઠળ ગઇકાલે મોડીરાત્રે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેને લઇને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં પણ ક્યાર વાવાઝોડાની અસર જોવા મળી
વાવાઝોડુ ક્યાર ઓમાન તરફ ફંટાયું છતા તેની અસર સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી. જેમાં સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. જેમાં રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધારે જેતપુર તાલુકામાં નોંધાયો.
રાજ્યમાં ક્યાર વવાવાઝોડાની અસરના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેને લઇને અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું ફરી આગમન જોવા મળ્યું. જો કે રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી છે. કમસોમી વરસાદના કારણે પાકને ભારે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જેમાં મગફળી, કપાસ અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા છે.