મોહાલીના આઇએસ બિંદ્રા સ્ટેડિયમમાં આઇપીએલની એક મેચમાં કેએલ રાહુલ (71 રન) ની ધમાકેદાર બેટિંગની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવી. પંજાબે જીતની સાથે લીગનું સમાપન કર્યું. ચેન્નઇએ પહેલા બેટિંગ કરાત પાંચ વિકેટે 170 રનનો સ્કોર બનાવ્યો. જેને પંજાબે 2 ઓવર શેષ રહેતા 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો.
મોહાલીના આઇએસ બિંદ્રા સ્ટેડિયમમાં આઇપીએલની એક મેચમાં કેએલ રાહુલ (71 રન) ની ધમાકેદાર બેટિંગની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવી. પંજાબે જીતની સાથે લીગનું સમાપન કર્યું. ચેન્નઇએ પહેલા બેટિંગ કરાત પાંચ વિકેટે 170 રનનો સ્કોર બનાવ્યો. જેને પંજાબે 2 ઓવર શેષ રહેતા 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો.
પ્લે ઓફની દોડથી પહેલા જ બહાર થઇ ચૂકેલી પંજાબની 14 મેચોમાંથી આ છઠ્ઠી જીત છે. કિંગ્સ ઇલેવન પંજાબે 12 પોઇન્ટ સાથે છઠ્ઠા નંબર પર રહીને સમાપન કર્યું. ત્યારે પહેલાથી પ્લે ઓફ માટે ક્વોલિફાઇ કરી ચૂકેલી ચેન્નઇની 14 મેચોમાંથી આ 5મી હાર હતી. ટીમ 18 અંકો સાથે ટોપ પર કાયમ છે. ચેન્નઇના 171 રનના લક્ષ્યને ચેઝ કરતા પંજાબને ઓપનર રાહુલ અને ક્રિસ ગેલે (28) પહેલી વિકેટ માટે 10.3 ઓવરમાં 108 રનની શાનદાર ભાગીદારીએ સારી શરૂઆત અપાવી. રાહુલને અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે ઇમરાન તાહિરના હાથે કેચ કરાવ્યો. હરભજને આ સ્કોર પર ગેલને આઉટ કરી પંજાબને બીજો ઝટકો આપ્યો. રાહુલે 36 બોલમાં 7 ફોર અે 5 સિક્સ તથા ગેઇલે 28 બોલમાં 2 ફોર અને 2 સિક્સ ફટકારી.
હરભજને તેના બાદ મયંક અગ્રવાલ (7) ને આઉટ કરી પંજાબને મુશ્કેલીમાં મુકી દીધી. જોકેલ પૂરણે એક તરફથી સંભાળતા અને મંદીપ સિંહ (11 અણનમ) સાથે ચોથી વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી. પૂરને 22 બોલની ઇનિંગમાં 2 ફોર અને 3 સિક્સ ફટકારી. અંતે પંજાબે 2 ઓવર બાકી રહેતા 6 વિકેટથી જીત હાંસલ કરી લીધી. સેમ કુરેને અણનમ 6 રન બનાવ્યા. ચેન્નઇ માટે હરભજનસિંહે 3 અને રવીન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.
ચેન્નઇની બેટિંગની વાત કરીએ તો, આ પહેલા ફાફ ડુ પ્લેસિસની 96 રનોની ધમાકેદાર ઇનિંગ અને રૈનાની અર્ધસદી (53) ની મદદથી ચેન્નઇની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ પર 170 રન બનાવ્યા હતા. ટોસ હારી બેટિંગ કરતા ચૈન્નઇ માટે શેન વોટસન (7) અને ડુ પ્લેસિસે પહેલી વિેકેટ માટે 4.1 ઓવરમાં 30 રન જોડ્યા. યોગ્ય ઓપનિંગ બાદ ચેન્નઇને 5મી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો. સેમ કુરેને તેને બોલ્ડ કરી પવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો.
તેના બાદ રૈનાએ ડુ પ્લેસિસ સાથે મળીને કેટલાઇ મોટા શોટ્સ રમતા 120 રનની ધમાકેદાર પાર્ટનરશીપ કરી. જોકે 17મી ઓવરમાં સુરેશ રૈના 53 રન બનાવી સૈમ કુરેનના શિકાર બન્યા. રૈનાએ 38 બોલમાં સામનો કરતા 5 ફોર અને 2 સિક્સ ફટકારી. કુરેને તેના બાદ શાનદાર યોર્કરથી ડુ પ્લેસિસને બોલ્ડ કરી સદી બનાવતા રોક્યો હતો. ડુ પ્લેસિસે 55 બોલમાં 10 ફોર અે 4 સિક્સ લગાવ્યા. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 12 બોલ પર 10 અને ડ્વેન બ્રાવો 1 રન બનાવી અણનમ રહ્યા. અંબતિ રાયડૂએ 1 રન બનાવ્યા જ્યારે કેદાર જાધવ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો.
યજમાન પંજાબ તરફથી કુરેને ત્રણ અને મોહમ્મદ શમીએ બે સફળતા પોતાના નામે કરી. શમીના આ સિઝનમાં 19 વિકેટ થયા છે અને આ સિઝનમાં પંજાબ માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો છે.
તેની પેહેલા કિંગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સુપર કિંગ્સ વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યજમાન ટીમે એક બદલાવ કર્યો છે. અર્શદીપ સિંહના સ્થાને હરપ્રીત બરાડને તક આપવામાં આવી. ચૈન્નઇની પોતાની ટીમમાં કોઇ બદલાવ કર્યો નહોતો.