બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:57 PM, 12 June 2024
કૂવૈત આગ પર તાત્કાલિક પગલાં લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહને ત્યાં મોકલી આપ્યા હતા અને જરુરી સહાયનો નિર્દેશ આપ્યો હતો. કુવૈતમાં રહેણાંક મકાનમાં આગ લાગવાને કારણે ભારતીયોમાં મોટી સંખ્યામાં મૃત્યુ અને જાનહાનિને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાને રાહત કામગીરી પર દેખરેખ રાખવા અને કુવૈત સરકાર સાથે સંકલન કરવા વિદેશ રાજ્ય મંત્રીને મોકલવાનો નિર્દેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પોતાની પોસ્ટમાં આ જાણકારી આપી. તેમણે લખ્યું છે કે, “વડાપ્રધાન મોદીના નિર્દેશ મુજબ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ આગની દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રાહત આપવા અને આ દુર્ભાગ્યમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને ઝડપથી પરત લાવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે.
ADVERTISEMENT
40 Indians died, 30 injured in Kuwait Labor Camp fire. MoS External Affairs Kirti Vardhan Singh is traveling to Kuwait on PM Modi's orders.
— सूरज 𝕏 (@AnIndianBoi) June 12, 2024
Conspiracy or Accident ?#Kuwait #KuwaitFire
EAM reacts pic.twitter.com/tr5duGNQ8l
કૂવૈતમાં મોટો અગ્નિકાંડ, 40 ભારતીયો હોમાયા
ADVERTISEMENT
દક્ષિણ કુવૈતના અલ-મંગફમાં બુધવારે છ માળની રહેણાંક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 40 ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો દાઝ્યાં છે. કુવૈતના અધિકારીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે અને મૃતકોની ઓળખ હજુ થઈ નથી. આ ભયાનક દુર્ઘટના બુધવારે સ્થાનિક સમય અનુસાર સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી.
Delhi: On Kuwait fire incident, MoS MEA Kirti Vardhan Singh says, "PM Modi has called us for a meeting and after the meeting we will visit Kuwait. An immediate action will be taken..." pic.twitter.com/IK7CCSLGUt
— Baby Kushel (@BKushel94789) June 12, 2024
વધુ વાંચો : વિસામો અંતિમ વિસામો ! 40 ભારતીયોને રાખ કરનારી આગ ક્યાંથી, કેવી રીતે લાગી? મોટું અપડેટ
મોદી-વિદેશ મંત્રીએે દુખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે આ દુર્ઘટના પર ઊંડું દુ:ખ અને શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે કૂવૈતમાં ભારતીય દૂતાવાસ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, ભારતીય રાજદ્વારી મિશનના અધિકારીઓ ત્યાંના વહીવટીતંત્રની સાથે અસરગ્રસ્ત લોકોની મદદ કરવામાં લાગેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.