બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કુવૈત અગ્નિકાંડમાં અત્યાર સુધી 45 ભારતીયોના મોત, એરફોર્સના વિમાન દ્વારા મૃતદેહો લવાશે

ખાડી દેશમાં હાહાકાર / કુવૈત અગ્નિકાંડમાં અત્યાર સુધી 45 ભારતીયોના મોત, એરફોર્સના વિમાન દ્વારા મૃતદેહો લવાશે

Last Updated: 09:22 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાડી દેશ કુવૈતમાં ગોઝારા અગ્નિકાંડમાં અત્યાર સુધી 45 ભારતીયોના મોત થયાં છે. બુધવારે બિલ્ડિંગમાં આગ લાગતાં આટલી મોટી જાનહાની થઈ હતી.

કુવૈતમાં ગોઝારા અગ્નિકાંડમાં 45 ભારતીયો ભડથું થઈ ગયાં છે. મૃતક ભારતીયો કેરળના રહેવાશી હતા અને મજૂરી કામ માટે કુવૈત ગયાં હતા તેઓ જે બિલ્ડિંગમાં રહેતા હતા ત્યાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી જેમાં 45 ભારતીયોના મોત થઈ ચૂક્યાં છે. અગ્નિકાંડનો કુલ મૃત્યાંક 50થી વધુ છે.

45 ભારતીયોના મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ

45 ભારતીયોના મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ અકસ્માત બાદ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ આગમાં ઘાયલ ભારતીયોને મદદ કરવા અને મૃતદેહોને ભારત લાવવા માટે કુવૈત પહોંચ્યા હતા. ભારતીય વાયુસેનાનું એક વિમાન ભારતીયોના મૃતદેહોને પરત લાવવા માટે તૈયાર છે.

45 ભારતીયો ક્યાંના?

45 ભારતીયોમાં 23 કેરળના, 7 તમિલનાડુના અને 3 આંધ્રપ્રદેશના છે.

વધુ વાંચો : નદીમાં માટીની ચકલીઓ બનાવતો હતો 5 વર્ષનો ટેણિયો, પિતાના ઠપકા પર જીવતી કરીને ઉડાવી

કેવી રીતે લાગી આગ?

મંગાફની મજૂરોની બિલ્ડિંગમાં બુધવારે વહેલી સવારે રસોડા લાગેલી આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ હતી. આગ લાગી ત્યારે મજૂરો ઊંઘમાં હતા અને તેથી ધૂમાડાને કારણે મોત થયાં હતા. બાંધકામ કંપની NBTC ગ્રુપે 195 થી વધુ કામદારોને રહેવા માટે મકાન ભાડે આપ્યું હતું, જેમાંથી મોટાભાગના કેરળ, તમિલનાડુ અને ઉત્તરીય રાજ્યોના ભારતીયો હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Kuwait Building Fire kuwait building fire kuwait building fire tragedy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ