લગ્નમાં ઠાઠ જમાવવા હવામાં કર્યા 'ભડાકા',VIDEO થયો વાયરલ

By : kavan 05:57 PM, 11 May 2018 | Updated : 05:57 PM, 11 May 2018
કચ્છ:લગ્ન પ્રસંગમાં ઠાઠ જમાવવા માટે ફાયરિંગની ઘટનાઓ સામે આવે છે. ત્યારે હવે કચ્છમાં લગ્ન પ્રસંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અંજારમાં લગ્ન પ્રસંગમાં શખ્સોએ હવામાં ફાયરિંગ કરી છે. આ વીડિયોમાં શખ્સો હવામાં ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ ફાયરિંગ કર્યા બાદ તેમણે સોશિયલ મીડિયામાં પણ વીડિયો વાયરલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે,આજકાલ મોજશોખમાં વધારો કરવામાંટે લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરીને પ્રસંગને વધુ જાક-જમાવટ વાળો બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે ત્યારે આ મોજ શોખ ક્યારેક માનવીની જીંદગીને તકલીફમાં પણ મુકી દેતા હોય છે ત્યારે તાજેતરમાં એક VIDEO વાયરલ થયેલ જેમાં કચ્છમાં યોજાયેલ એક શખ્સ હવામાં ગોળીબાર કરતો દેખાઇ રહ્યો છે.આપને જણાવી દઇએ કે,કચ્છના અંજારમાં યોજાયેલા લગ્નપ્રસંગમાં કેટલાક શખ્શોએ હવામાં ફાયરિંગ કરતા વિવાદ સર્જાયો છે. લગ્ન સમારોહમાં કેટલાક લોકો સતત હવામાં ફાયરિંગ કરી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે.ફક્ત પોતાની મોજમજા અને રોફ જમાવવા માટે લોકો લગ્ન પ્રસંગમાં હવામાં ગોળીબાર કરીને કાયદાને અભેરાઇ પર ચઢાવીને ફાયરિંગ કરતા હોય છે. Recent Story

Popular Story