કચ્છ: અંજાર-આદિપુર રોડ પર એક કુખ્યાત શખ્સની હત્યા 

By : vishal 08:43 PM, 13 May 2018 | Updated : 08:43 PM, 13 May 2018
હત્યાનની ઘટનાઓ દિન-પ્રતિદિન સામે આવેજ છે ત્યારે ફરી આવીજ એક ઘટના સામે આવી છે આ ઘટના છે કચ્છના અંજાર-આદિપુર રોડ પરની. અંજારના આ રોડ પર કુખ્યાત શખ્સ ધર્મેદ્ર સિંહ રાજપુતની હત્યા કરવામાં આવી હતી.

આ હત્યામી ઘટનાના CCTV સામે આવ્યા છે. સામે આવેલ આ CCTVમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ધર્મેદ્ર સિંહની પાછળ ત્રણ લોકો આવી રહ્યા છે.


ત્યારબાદ CCTVમાં દેખાયું હતું કે, તેઓ હથિયાર વડે ધર્મેદ્રશસહ પર હુમલો કરે છે. આ દરમિયાન  ધર્મેદ્ર સિંહ રોડ પર નીચે પડી જાય છે, અને ત્યારબાદ બીજો એક શખ્સ આવે છે તે પણ તેના પર હથિયાર વડે હુમલો કરે છે.

CCTVમાં દેખાયા મુજબ આ હુમલો કરીને તમામ આરોપીઓ ગાડીમા ફરાર થયા હતા. જોકે આ ઘટના વિશે હજુ વધુ પાસા સામે આવ્યા નથી. પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.  Recent Story

Popular Story