VIDEO: ટ્રેક્ટર અને લક્ઝરી બસ ધડાકાભેર અથડાયા,10ના મોત 5 ઘાયલ

By : kavan 02:15 PM, 15 April 2018 | Updated : 02:28 PM, 15 April 2018
કચ્છમાં ભચાઉ નજીક લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માત થતાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, અને 5 લોકોને ગંભીર ઇજા થતાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ઇજાગ્રસ્તોને ભચાઉની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. શિકરા નજીક આ બનાવ બન્યો હતો. હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. 
  ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગે મળતી વિગત અનુસાર પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છનો એક પરિવાર લગ્ન પ્રસંગ હોઈ મામેરુ ભરવા જઈ રહ્યો હતો. આ પરિવાર ટ્રેક્ટરમાં સવાર હતો, અને સામેથી આવતી લક્ઝરી બસ પણ જાન લઇને જઇ રહી હતી ત્યારે આ ઘટના બનવા પામી હતી. જો કે હજી સુધી આ અકસ્માત કેવી રીતે થયો તે અંગેનું સાચુ કારણ જાણી શકાયું નથી, પરંતુ અકસ્માતમાં ઘટના સ્થળે 10 લોકોના મોત નિપજ્યાછે.
 Recent Story

Popular Story