કચ્છ: ગાંધીધામમાં મેઘરાજાની ધીમીધારે એન્ટ્રી, લાંબા સમય બાદ વરસાદથી રાહત 

By : hiren joshi 04:09 PM, 09 August 2018 | Updated : 04:09 PM, 09 August 2018
કચ્છઃ ગાંધીધામમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે. વહેલી સવારથી વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મહત્વનુ છે કે, રાજ્યભરમાં અત્યાર સુધીમાં સરેરાશ 54.65 ટકા વરસાદ પડ્યો છે. ઓછા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે હવે ફરી એક વખત વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

મહત્વનું છે કે, જામનગર જીલ્લાના જાંબુડા, ધ્રોલ અને જોડીયામાં વરસાદી ઝાપડા પડ્યા હતા. જ્યારે સાબરકાંઠાના ઇડરમાં અને અરવલ્લીના મોડાસામાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. જો કે, લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી 
રાજ્યના અનેક જિલ્લામાં વરસાદનું આગમન થયું છે, ત્યારે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પડવાની સંભાવના છે. દક્ષિણમાં ખાસ કરીને ડાંગ, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.

આ તરફ સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. વરસાદના આગમનના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, વરસાદના લાંબા વિરામના કારણે પાક સુકાઈ રહ્યો હતો. પરંતુ વરસાદના આગમનથી ફરી લીલોતરી છવાઈ ગઈ છે.Recent Story

Popular Story