કચ્છ: પશુપાલકો માટે રાહતના સમાચાર, ઘાસચારો લઇને ટ્રેન પહોંચી કચ્છ

By : kavan 01:57 PM, 03 November 2018 | Updated : 01:57 PM, 03 November 2018
કચ્છ જીલ્લામાં નહીંવત વરસાદ પડતા અછતની પરિસ્થતિનું નિર્માણ થયું છે. જીલ્લામાં ઉભી થયેલ ઘાસ સમસ્યાને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ટ્રેનની રેક મારફતે ધાસ ફાળવામાં આવ્યું છે.  ધાસ ભરેલી પ્રથમ ટ્રેન આજે ભુજ આવી પહોચી હતી.  રેક મારફતે ૪.૦૫ લાખ કિલ્લો ઘાસ જથ્થો ફાળવામાં આવ્યો છે.  
  કચ્છ જીલ્લામાં અછતની સ્થિતિ દિવસે દિવસે વિકટ બની રહી છે ઘાસ તંગી કારણે માલધારી હિજરત કરી રહ્યા છે માલધારી હિજરત લઈને રાજય સરકાર હરકતમાં આવી છે. અછતગ્રસ્ત કચ્છમાં ઘાસચારાની અછતને પહોંચી વળવા હાલ મુંબઇ દહાણું થી રોડ મારફતે અને ખાસ ટ્રેન મારફતે ઘાંસચારો કચ્છ પહોંચાડવામાં આવ્યો હતો. ઘાસચારો ભરેલી પ્રથમ ટ્રેન આજે ભુજ આવી પહોચી હતી ટ્રકો દ્વારા રોડ મારફતે પણ ઘાંસચારો રવાના કરવામાં આવી રહ્યો છે. કચ્છ જીલ્લા વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને પ્રથમ તબક્કામાં એક કરોડ કિલો ઘાસચારો ફાળવામાં આવ્યો છે. આ ઘાસચારો આજરોજ કચ્છ ખાતે આવી પહોંચતા પશુ પાલકોમાં ખુશીનો વાતાવરણ જોવા મળ્યું હતું.

 Recent Story

Popular Story