કચ્છના રાપરમાં ખેડૂતોના કલેક્ટર કચેરી બહાર કર્યા સૂત્રોચ્ચાર

By : krupamehta 03:28 PM, 06 November 2018 | Updated : 03:28 PM, 06 November 2018
કચ્છના રાપરમાં ખેડૂતોનો રોષ સામે આવ્યો છે. ખેડૂતોએ કલેક્ટર કચેરી બહાર ધામા નાખ્યા છે. એટલું જ નહીં ખેડૂતોએ કલેક્ટર કચેરી બહાર સુત્રોચ્ચાર પણ કર્યા છે. 

ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા 15 નવેમ્બર બાદ પાણી આપવાની જાહેરાત કરી છે અને તેનાથી ખેડૂતોમાં નારાજગી છે. જેથી ખેડૂતોને પાણી મોડુ મળવાનું હોવાથી તેઓમાં રોષ વ્યાપ્યો છે. 

ખેડૂતોએ રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાની આગેવાનીમાં આવેદનપત્ર પણ આપ્યું છે.Recent Story

Popular Story