ગાંધીધામ: વિવિધ માંગણીઓને લઇને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાઇ રેલી

By : kavan 11:41 AM, 07 December 2018 | Updated : 11:43 AM, 07 December 2018
ગાંધીધામ: કચ્છના કંડલા પોર્ટ હસ્તકની જમીનની વિવિધ માગંણીઓને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ સમાજો અને વિવિધ સંસ્થાઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. ઝંડા ચોકથી કંડલા પોર્ટની કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ મામલે મળતી વિગત મુજબસ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ધ્વારા છેલ્લા ઘણાં સમય ગાળાથી જમીનના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આજરોજ જનઆક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં ગાંધીધામમાં આવેલ કેપીટી મેદાન ખાતેથી એક બાઇક રેલી યોજીને રેલીની શરૂઆત કરવામાં આવી હતી. 

આ રેલીનો પ્રારંભ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ ગુપ્તાએ અન્ય વિવિધ અગ્રણીઓની હાજરીમાં કાળારંગની ઝંડી બનાવીને કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીનું ગાંધીધામ શહેરના રોટરી સર્કલ, આદિપુર, રામબાગ સહિત અન્ય વિસ્તારમાં ફરીને શહેરના ઝંડાચોક ખાતે આવેલ મેઇન બજારમાં સમાપન થયું હતું.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત કરવામાં આવેલ રેલી કચ્છના કંડલા પોર્ટ હસ્તક રહેલી જમીનની વિવિધ માંગણીઓને ધ્યાને રાખીને કરવામાં આવી હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત ચેમ્બર્સના વિવિધ આગેવાનો અને નજરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.  
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story