ખાણ ખનીજ ખાતાનો સપાટો, અંજાર નજીક ગેરકાયદે થતાં ઉત્ખનન સામે કરી કાર્યવાહી

By : kavan 03:18 PM, 01 January 2019 | Updated : 03:18 PM, 01 January 2019
કચ્છના અંજાર તાલુકાના વીડી ગામે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીન ઉત્ખનન થતું હોવાનું જણાતા માલધારી સંગઠન દ્વારા ગેરકાયદેસર રીતે થતું જમીન ઉત્ખનન અટકાવી પૂર્વ કચ્છ ખનીજ ખાતાને જાણ કરાતા ખનીજ ખાતા દ્વારા સ્થળ પરથી 6 ડમ્પર તથા ૪ હિટાચી કબજે કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મામલે મળતી વિગત મુજબ, અમુક ભૂમાફિયાઓ દ્વારા અંજાર તાલુકાના વીડી ગામના સીમાડે થતું જમીન ઉત્ખનન કાર્ય ગેરકાયદેસર હોવાનું જાણકારી મળતા માલધારી સંગઠન દ્વારા તે અંગેની જાણકારી મેળવવા સ્થળ પર જતા કાયદેસરતા હોવાના પુરાવાઓ કામગીરી કરતા ભૂમાફિયાઓ પાસે નહોતા.

જેના કારણે તાત્કાલિક ધોરણે અંજાર ખાતેની પૂર્વ કચ્છની એકમાત્ર ખનીજ ખાતા કચેરીને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જેના પગલે ખનીજ ખાતા દ્વારા પોલીસ ખાતાને સાથે રાખી સ્થળ ખાતે ધસી આવ્યા હતા અને સ્થળ પર જમીન ઉત્ખનન કાર્ય અટકાવી 6 ડમ્પર તથા 4 હિટાચી મશીન પકડી પાડવામાં આવ્યા હતા.

ખનીજ ખાતા દ્વારા જેની અંદાજીત રકમ ૨.૮૦ કરોડ છે અંદાજિત 70થી વધુ માલધારીઓ દ્વારા એકત્રિત થઈ ગેરકાયદેસર રીતે થતી કામગીરીને અટકાવવામાં  આવી હતી તો બીજી તરફ ખનીજ ખાતા દ્વારા કાર્યવાહી કરાતા આસપાસના ચાલતા ભેડિયા તથા ભૂમાફિયાઓ માં ફફડાટ ફેલાયો હતો.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story