બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માતાના મઢ પત્રીવિધિ પૂજા વિવાદ અંગે હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું છે પત્રીવિધિ?
Last Updated: 02:58 PM, 10 October 2024
કચ્છ: કચ્છમાં આવેલું આસ્થાનું સ્થાન એટલે કે માતાનોમઢમાં નવરાત્રીમાં થતી પત્રીવિધિના કારણે ચર્ચાઓમાં આવી ગયો હતો. ત્યારે હવે માતાનામઢમાં પત્રીવિધિ પૂજા વિવાદ અંગે હાઇકોર્ટનો મહત્ત્વનો આદેશ આવી ગયો છે. કચ્છના રાજવી પરિવારો વચ્ચે કેટલાક સમયથી પત્રીવિધિ અંગે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલો પહેલા ભુજ કોર્ટમાં હતો. અહીં આ ચુકાદો પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીના પક્ષમાં આવ્યો હતો.
ADVERTISEMENT
પછી આ મામલે રાજવી પરિવારના સભ્યોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હવે કચ્છના રાજપરિવાર વચ્ચે ચાલતા પત્રીવિધિ પૂજા મામલે હાઇકોર્ટનો આદેશ આવી ગયો છે. હાઇકોર્ટે આ મામલે આદેશ આપતા જણાવ્યું કે રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજા પત્રીવિધિ કરશે. કચ્છના આસ્થા સમાન માતાનામઢમાં એક જ પત્રીવિધિ થશે.
ADVERTISEMENT
માન્યતા અનુસાર એ મા આશાપુરા જ છે કે જેમણે શત્રુઓના આક્રમણોથી કચ્છની રક્ષા કરી છે. એ જ કારણ છે કે આજે પણ કચ્છના મહારાવ આઠમના રોજ મા આશાપુરાની વિશેષ પૂજા કરે છે. તેઓ પવિત્ર ચાચર કુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે માતાજીને પત્રી ચઢાવે છે. પત્રી એક વિશેષ પ્રકારની વનસ્પતિ છે. આ પત્રીને પુન:ઝીલવા મહારાવ ખોળો પાથરીને ઊભા રહે છે. જ્યાં સુધી પત્રી ખોળામાં પડે નહીં ત્યાં સુધી પૂજા ચાલું જ રહે છે. અને પત્રીના પ્રાપ્ત થતાં જ જાણે માએ આશીર્વાદની વૃષ્ટિ કરી હોય તેમ ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે.
પત્રીવિધિ એટલે શું?
નવરાત્રી પર્વ દરમિયાન આશાપુરા માતાજીના નવ દિવસ હોમ હવન કરવામાં આવે છે એને આસો માસની નવરાત્રીની આઠમના રોજ આ પત્રીવિધિ યોજાય છે. આ દિવસે રાજપરિવારના મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડમાં સ્નાન કરી ચાચરા ભવાની મંદિરમાં પૂજા અર્ચના કરે છે. ત્યાર બાદ ભુવો પત્રી છોડના પાંદડાનો એક ઝુમખો બનાવવામાં આવે છે એને આશાપુરા માતાના મંદિરમાં માતાજીના જમણા ખભા ઉપર રાખવામાં આવે છે આ દરમિયાન ડાક તથા ઝાંઝ પણ વગાડવામાં આવે છે. ત્યારબાદ મહારાજા પછેડીનો પાથરી પત્રી મેળવવા માતાજીને રિઝવે છે. જ્યાં સુધી મહારાજાના ખોળામાં પત્રી નથી પડતી ત્યાં સુધી ખડેપગે રહીને માતાજીની પ્રાર્થના કરવામાં આવે છે.
શું હતો સમગ્ર વિવાદ
વર્ષ 2010માં કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પત્રીવિધિ અંગે લખપત-દયાપરની કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં તેઓએ માંગણી કરી હતી કે, માતાના મઢ ખાતે આવેલા કચ્છનાં દેશદેવી એવા કુળદેવી મા આસાપુરાના મંદિરમાં તેઓ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિને ચામર-પત્રીવિધિ કરવા દેવામાં આવે. જેમાં દયાપરની કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, પ્રાગમલજી પોતે વિધિ કરી શકે છે પરંતુ તેઓ કોઈને આ અંગેનો અધિકાર કે નિયુક્ત ન કરી શકે. જેની સામે પ્રાગમલજી દ્વારા ભુજની ડિસ્ટ્રીકટ કોર્ટમાં માતાના મઢ મંદિરના પૂજારી યોગેન્દ્રસિંહજી ગુરુ કરમશી રાજાબાવા તેમજ નાના ભાઈ હનુવંતસિંહ જાડેજા તથા દેવેન્દ્રસિંહજી જાડેજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: 'જશોદા મૈયા.. મોહન માગ્યો દે' પરષોત્તમ રૂપાલાએ સ્ટેજ પર બોલાવી ગરબાની રમઝટ, જુઓ વીડિયો
આ દરમિયાન કચ્છના રાજવી પરિવારનાં મોભી સ્વ. પ્રાગમલજી ત્રીજાનું અવસાન થયું હતું. જેને પગલે એમના પત્ની મહારાણી પ્રીતિદેવીએ ભુજ કોર્ટમાં આ કેસ સંદર્ભે અપીલ કરી હતી. પ્રીતિદેવીની એકલાની અપીલ ઉપરાંત સ્વ. પ્રાગમલજી ત્રીજાએ તેમની હયાતી દરમિયાન કુંવર તરીકે જેમની જાહેરાત કરી હતી તેવા ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિત તેરાના મયુરધ્વજસિંહ જાડેજા અને દેવપરના કૃતાર્થસિંહ જાડેજા પણ આ મામલામાં પક્ષકાર તરીકે જોડાયા હતા. જોકે કોર્ટે ત્રણેયની અપીલ કાઢી હતી. અને પ્રીતિદેવીને આજીવન ચામર પત્રીવિધિ માટેનો હક હોવાનો ચુકાદો આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT