બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છમાં 'અસના' વાવાઝોડાની અસર શરૂ, જુઓ ગ્રાઉન્ડ ઝીરો પર કેવી છે હાલત
Last Updated: 11:58 AM, 30 August 2024
કચ્છનાં માંડવીમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. માંડવીમાં પવનની ગતિમાં વધારો થયો છે. માંડવીમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તન થઈ શકે છે. કચ્છમાં ભારે પવનની આગાહીને લઈ તંત્ર એલર્ટ છે.
ADVERTISEMENT
જ્યોતિગ્રામના 81 સહીત 336 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ
ADVERTISEMENT
કચ્છમાં ભારે વરસાદ સાથે પવનથી વીજ પુરવઠાને વ્યાપક અસર થવા પામી છે. કચ્છમાં વેગીલા પવનથી 118 થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. માંડવી, મુન્દ્રા, કોઠારા, દયાપર સહિતનાં ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. કચ્છનાં ગામડાનાં જ્યોતિગ્રામનાં 81 સહિત 336 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ થયો છે.
વધુ વાંચોઃ 15 દિવસ બાદ ઉઘડી જશે ભાગ્ય! શનિ પલટી નાંખશે બાજી, માર્ગી કરશે માલામાલ
માંડવી,અબડાસા,લખપતમાં તમામ વ્યવસ્થાઃકલેક્ટર
કચ્છ જીલ્લામાં સંભવિત વાવાઝોડાનો ખતરો છે. અસનાં વાવાઝોડાને ધ્યાને રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે. કચ્છમાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બાબતે કલેક્ટરે જણાવ્યું હતું કે, અસના વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. તેમજ સાવચેતીનાં ભાગરૂપે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ માંડવી, અબડાસા, લખપતમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકોને કાચા મકાનમાં ન રહેવાની કલેક્ટરની અપીલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.