મેવાણીએ ચક્કાજામનો કોલ ખેંચ્યો પાછો,દલિત પરિવાર સાથે ઉજવશે આંબેડકર જયંતી

By : kavan 11:13 PM, 13 April 2018 | Updated : 11:13 PM, 13 April 2018
કચ્છ: દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની સામખિયાળી ચક્કાજામની ચીમકીનો મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જિજ્ઞેશ મેવાણીએ સામખિયાળી બંધનો કોલ પાછો ખેંચી લીધો છે. તંત્રએ દલિતોને 100 એકરથી વધુ જમીન ફાળવી આપતા જિજ્ઞેશ મેવાણીએ સામખિયાળી બંધનો કોલ પાછો ખેંચ્યો છે. હવે જિજ્ઞેશ મેવાણી દલિત પરિવારોને જમીન ફાળવવામાં આવી તેની ઉજવણી કરશે અને આ ઉજવણી તે સામખિયાળીમાં જ કરશે.  

આપને જણાવી દઇએ કે ,જિજ્ઞેશ મેવાણીએ આપેલા સામખિયાળી ચક્કાજામના એલાનનાં પગલે સામખિયાળી ખાતે અભૂતપૂર્વ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કરાયું છે. પશ્ચિમ કચ્છના એસપી મહેન્દ્ર ભરાડાના નેતૃત્વમાં આવતીકાલે 3 આઈપીએસ ઑફિસર, 4 નાયબ પોલીસ અધિક્ષક, 10 પોલીસ ઈન્સ્પેટર અને 30 પોલીસ સબ ઈન્સ્પેટર કક્ષાના અધિકારીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત થશે.

જૂનાગઢથી મહિલા પોલીસ જવાનોની ખાસ ટૂકડી બોલાવાઈ છે. તો, એસઆરપી, હોમગાર્ડ અને અન્ય જિલ્લાના પોલીસ જવાનો મળી અંદાજે બારસોથી પંદરસો જવાનો તૈનાત કરાશે. સમગ્ર બંદોબસ્તનું  ખુદ રેન્જ આઈજી મોનિટરીંગ કરતાં રહેશે.

જો કે તાજેતરમાં મળેલ સમાચારને કારણે બંધનો કોલ પરત ખેંચી લેવાયો છે, જો કે જીજ્ઞેશ મેવાણીએ થોડા સમય પહેલા ઉચ્ચારેલ ચક્કાજામની ચીમકીને લઇને જીલ્લા પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કારણ કે અપક્ષના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કચ્છ જવાના છે જ્યાં દલિત પરિવાર સાથે ઉજવણી કરવાના છે.  Recent Story

Popular Story