બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત-વડોદરા બાદ કચ્છમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, માંડવીમાં ગણેશ વિસર્જન વખતે પથ્થરમારો
Last Updated: 11:00 PM, 11 September 2024
સુરત, વડોદરા, ભરૂચ બાદ કચ્છ પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. એક જ દિવસમાં કચ્છમાં બીજીવાર પથ્થરમારો થયો છે. નખત્રાણા બાદ માંડવીમાં ગણેશ વિસર્જન કરવા આવેલા લોકો પર પથ્થરમારો થયાની વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
નખત્રાણા બાદ માંડવી પથ્થરમારો
ભુજથી ગણપતિ વિસર્જન કરવા ભક્તો આવ્યા હતા. ત્યારે માંડવી પોર્ટ નજીક અસામાજિક તત્વોએ ગણેશ ભક્તો પર પથ્થરમારો કર્યો હતો. જે ઘટનાને લઈ માંડવી પોલીસ દોડતી થઈ હતી અને સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: પાલનપુરને વિકાસની નવી ભેટ, 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળા દેશના પ્રથમ બ્રિજનું આવતીકાલે લોકાર્પણ
ADVERTISEMENT
નખત્રાણામાં ગણપતિ પંડાલમાં તોડફોડ થઈ હતી
અત્રે જણાવીએ કે, આ ઘટના પહેલા નખત્રાણામાં ગણપતિ પંડાલમાં તોડફોડ કરાઈ હતી. અહીં પંડાલમાં તોડફોડ કરનારા 7 લોકોની સામે ગુનો નોંધાયો છે. પોલીસના બંદોબસ્ત બાદ કોટડા જરોદર ગામમાં શાંતિપૂર્ણ માહોલ સર્જાયો છે તો બીજી તરફ માંડવી પોર્ટ નજીક પથ્થરમારાની ઘટના બની છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.