બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કચ્છ નકલી ED ટીમનો મુખ્ય સૂત્રધાર AAPનો નેતા..' ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો મોટો દાવો

ચોંકાવનારો ખુલાસો / 'કચ્છ નકલી ED ટીમનો મુખ્ય સૂત્રધાર AAPનો નેતા..' ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો મોટો દાવો

Last Updated: 08:52 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લખ્યું છે કે તેમણે લખ્યુ છે કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે.. ગુજરાત પાર્ટીના નેતાએ નકલી ઈડીની ટીમ બનાવી અને તેના કેપ્ટન બનીને લોકોને લૂંટ્યા

કચ્છમાં 12 સભ્યોની નકલી EDની ટીમ પકડાયા બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ટીમને લઇને મોટો ઘટસ્ફોટ કર્યો છે. હર્ષ સંઘવીએ નકલી EDની ટીમનો કેપ્ટન AAPનો નેતા હોવાનો દાવો કર્યો છે. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા વેબસાઇટ એક્સ પર પોસ્ટ લખી આ ઘટસ્ફોટ કર્યો.

તેમણે લખ્યુ છે કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે.. ગુજરાત પાર્ટીના નેતાએ નકલી ઈડીની ટીમ બનાવી અને તેના કેપ્ટન બનીને લોકોને લૂંટ્યા

આ ઘટનામાં અગાઉ શું-શું થયું ?

નકલી ઈડીના અધિકારીઓ બનીને ઠગબાજોની એક ટોળકીએ ગાંધીધામમાં સોનીની દુકાનમાં રેડ પાડી હતી. ઈડીની રેડ પડતાં સોની અને તેમનો આખો પરિવાર ડઘાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓની ટીમ ગુજરાતના કચ્છમાં જ્વેલરી શોપ પર દરોડો પાડતી જોવા મળી રહી છે.

સોનીની ફરિયાદને આધારે ગાંધીધામ પોલીસે ટીમ બનાવીને ગેંગના 12 સભ્યોની ધરપકડ કરી હતી અને દોરડા વડે બાંધીને તેમને શહેરમાં ફેરવ્યાં હતા.

ઠગબાજો નકલી ઈડીની રેડમાં 25 લાખના દાગીના લૂંટી ગયાં હતા. વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઢોંગીઓએ તે જ સમયે ગાંધીધામમાં આવેલી રાધિકા જ્વેલર્સ નામની તેની દુકાન અને તેના રહેઠાણને પણ નિશાન બનાવ્યું હતું. 25 લાખની કિંમતનું સોનું, ચાંદી અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે ગાંધીધામ ડિવિઝન-એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

ઠગબાજે સોની પરિવારને દેખાડ્યું નકલી આઈકાર્ડ

વીડિયોમાં જોઈ શકાય છે કે નકલી ED ઓફિસર તરીકે દેખાડનાર વ્યક્તિ બિઝનેસમેનને ડરાવવા માટે તેનું આઈડી કાર્ડ બતાવે છે. આઈડી બતાવ્યા પછી વ્યક્તિ વેપારીની રોકડનો વિગતવાર હિસાબ માંગે છે. છેતરપિંડી કરનારે બિઝનેસમેનને ધમકી પણ આપી હતી કે જો તે પાલન કરવાનો ઇનકાર કરશે તો તેને જેલમાં મોકલીશું. વીડિયોમાં બિઝનેસમેન પણ જોવા મળી રહ્યો છે જે નર્વસ છે, કહે છે કે તેની પાસે કેટલી રકમ છે તેની તેને ખાતરી નથી. નકલી ED અધિકારી પછી તેની પાસે ઉપલબ્ધ રોકડની સચોટ વિગતો આપવા માટે તેને 15 મિનિટનો સમય આપે છે. તેમણે ખોટી વિગતો આપવા બદલ વ્યાપારીને પરિણામની ચેતવણી પણ આપી હતી. વીડિયોમાં બિઝનેસમેન તેના પરિવાર સાથે બેઠેલા જોવા મળે છે. તેમનો પરિવાર પણ દરોડાને લઈને ચિંતિત જોવા મળી રહ્યો છે.

મુખ્ય સૂત્રધાર શૈલેન્દ્ર દેસાઈ

એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, "તે જ દિવસે ઘટનાની માહિતી મળતાં, ગાંધીધામની પોલીસે તાત્કાલિક ગાંધીધામ, ભુજ અને અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાંથી 10 ટીમો બનાવી હતી અને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ લગ્નના એક દિવસ પહેલા વરરાજાને ખાવી પડી જેલની હવા, દુલ્હા સહિત 13 લોકોની ધરપકડ

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AAP Leader Fake ED Team Harsh Sanghvi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ