કંડલા પોર્ટ પર DRIની ટીમે બોલાવ્યો સપાટો,150 કન્ટેનરની કરી અટકાયત

By : kavan 11:31 AM, 14 September 2018 | Updated : 11:31 AM, 14 September 2018
કચ્છ: DRIની ટીમે કંડલા પોર્ટમાં 150થી વધુ કન્ટેનરોની અટકાયત કરી છે. કેરોસીન કાંડમાં 7 માંથી દિલ્હીના 6 અને ગાંધીધામનો 1 ટ્રેડર હોવાનું સામે આવ્યું છે. તો પોર્ટ ખાતે કરોડોની કિંમતનો જથ્થો તથા જૂના અને નવા સેમ્પલો એકત્રીત કરી DRIએ હવે આ દિશામાં તપાસનો ધમધમાટ આગળ વધાર્યો છે. આ ઘટના મામલે મળતી વિગત મુજબ, કચ્છમાં DRIની ટીમ દ્વારા કંડલા પોર્ટ ઉપર અચાનક દરોડા પાડવામાં આવતા કરોડોની કિંમતનો કેરોસીનનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થામાં કેટલાક કન્ટેનરોમાં જૂનો તથા કેટલાક કન્ટેનરોમાં કેરોસીનનો નવો જથ્થો હાવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
  જો કે, DRI દ્વારા હાથ ધરવામાં આવેલ દરોડાની કામગીરીમાં 150થી વધુ કન્ટેનરોની અટકાયત કરીને તપાસ હાથ ધરતા ગેરકાયદે વેપાર કરતા વેપારીઓમાં હડકંપ મચી જવા પામ્યો હતો. DRIની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ કાર્યમાં 7માંથી 6 દિલ્હીના અને 1 ગાંધીધામનો ટ્રેડર હોવાનું ખુલવા પામેલ. આ મામલે DRI એ તમામ કન્ટેનરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.Recent Story

Popular Story