કચ્છ:કંડલા સેઝમાં કસ્ટમ ડ્યૂટીની મોટાપાયે ચોરી કરવામાં આવતી હોવાની જાણ થતાં જ DRIએ તવાઇ બોલાવી છે.કંડલા સેઝમાંથી રૂ. 20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ DRI દ્વારા કંડલા SEZમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં માલની નિકાસ કરવાને બદલે તેને સ્થાનિક માર્કેટમાં જ વેંચી દેવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ સેઝમાંથી નિકાસના ખોટાં બિલો બનાવવામાં આવતા હોવાનું તેમજ આ ઉપરાંત મોટેપાયે કસ્ટમ ડ્યૂટીની ચોરી કરવામાં આવતી હતી.
DRIએ કંપનીના ગોડાઉનમાં મારેલા છાપામાં રૂ. 20 કરોડનો માલ સીઝ કર્યો છે.આ કંપની દ્વારા નિકાસને બદલે સ્થાનિક બજારમાં માલ વેંચવામાં આવતો હતો.