બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / kutch double murder case daughter dead body found crime News
Gayatri
Last Updated: 11:06 AM, 15 February 2021
ADVERTISEMENT
ગાંધીધામના અરેરાટી ભર્યા કેસમાં આખરી દીકરીનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે માતાના મૃતદેહની શોધ હજુ કરવામાં આવી રહી છે.
ગાંધીધામ નજીક કીડાણા નજીક સમજૂતી કરાર થી છેલ્લા 12 વર્ષથી સમજૂતી કરાર થી સાથે રહેતા એક શખ્સે પોતાની પત્ની તેમજ પુત્રીની હત્યા નિપજાવી લાશને ગટરમાં ફેંકી દેવાની ઘટના સામે આવી છે. કીડાણા નજીક ઝૂપડપટ્ટીમાં રહેતા સંજયસિંગ જાટ નામના શખ્સે પોતાની પત્ની રજીયા ઉર્ફે સીમરન અને પુત્રી સોનિયાને જંગલમાં કાચબા લેવા જવાનું કહી સાથે લઈ જઈ હત્યા નિપજાવી દીધી છે. પાલક પિતા વિરુદ્ધ મૃતક મહિલાની મોટી પુત્રી સરોજ ઉર્ફે રેશમાએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
સમજૂતી કરાર થી સાથે રહેતા સંજયસિંગ જાટ અને મૃતક મહિલા રજીયા ઉર્ફે સીમરન જાટ પોતાની બે પુત્રીઓ સાથે 2008થી સાથે રહે છે. ઘરકંકાસથી કંટાળી આરોપી સંજયસિંગએ માતા-પુત્રીની હત્યા કરી લાશને ગટર ફેંકી નાશી છૂટ્યો હતો.
સમગ્ર ઘટના અંગે પાલક પિતા ઉપર આશંકા જતા સરોજ ઉર્ફે રેશમાં એ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને ફરિયાદ નોંધાવતા.પોલીસે આરોપી ને ઝડપી 14 કિલોમીટર લાંબી ગટરમાં ફેંકી દેવાયેલી મૃતક માતા-પુત્રીના મૃતદેહ શોધવા નગરપાલિકાના કર્મચારીઓ સાથે વ્યાયામ હાથ ધર્યો છે. હાલ તો ડબલ હત્યા કેસનો આરોપીને પોલીસે ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.