બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કોઇ ગમે તેટલી ફાકા ફોજદારી કરે પણ...', કચ્છમાં જાહેર મંચ પરથી આ શું બોલ્યા MLA અનિરુદ્ધ દવે

નિવેદન / 'કોઇ ગમે તેટલી ફાકા ફોજદારી કરે પણ...', કચ્છમાં જાહેર મંચ પરથી આ શું બોલ્યા MLA અનિરુદ્ધ દવે

Last Updated: 04:41 PM, 14 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક સાથે સદસ્યતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારે કચ્છમાં પણ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરી છે. સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદન આપતા લોકોમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું.

કચ્છ ભાજપ સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાઈ જવા પામ્યો હતો. તો ધારાસભ્યનાં આ નિવેદને કચ્છ જીલ્લા ભાજપમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ જવા પામી હતી.

ધારાસભ્યનાં નિવેદને ચર્ચા જગાવી

માંડવી-મુન્દ્રાનાં ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ નિવેદન આપ્યું હતું કે, ઘણાંન ફાકા ફોજદારી કરતા જોયા છે. પરંતું ભાજપનું પાટીયું હટે એલટે પુરૂ. ઘણા એવા લોકો જોયા છે. જેમનાં પાછળથી ભાજપનું નામ હટે એટલે એમને કોઈ ઓળખતું નથી. ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ કોના પર નિશાન તાક્યું તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

વધુ વાંચોઃ હિન્દુ યુવતીઓને ફસાવતો આરોપી નીકળ્યો જમાલપુરનો રહેવાસી, નોંધાઇ દુષ્કર્મની ફરિયાદ, SPએ કહ્યું 'મોહમદે ખોટી પ્રોફાઇલ બનાવેલી'

કચ્છમાં બે ચરણમાં સદસ્યતા અભિયાનની શરૂઆત થશે

તા. 1 સપ્ટેમ્બરથી ભાજપ દ્વારા ગુજરાતનાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે કચ્છમાં પણ ભાજપનાં સભ્યો દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરી દીધી છે. ત્યારે આ અભિયાન માટે જીલ્લા ઈન્ચાર્જ તરીકે મંત્રી વિકાસ રાજગોર તેમજ સહઈન્ચાર્જ તરીકે પ્રફુલસિંહ જાડેજા, જયસુખ પટેલ, અને ગીતાબેન ગણાત્રાની નિમણૂંક કરવામાં આવી હતી. 1 સપ્ટેમ્બરથી 2 મહિના બે ચરણમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Anirudh Dave MLA Kutch News Kutch BJP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ