કચ્છ / કોરોના મહામારીના કારણે આહીર સમાજે જન્માષ્ટમીની ઉજવણી લઇને કર્યો આ નિર્ણય

જન્માષ્ટમી પર્વની ઘડીઓ ઘડાઈ રહી છે. દર વર્ષે ભારે ઉત્સાહ અને આનંદભેર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જોકે કોરોના મહામારીના કારણે કચ્છમાં આહીર સમાજે જન્માષ્ટમીની ઉજવણી ઘરબેઠા કરવાનો નિર્ણય લીધો છે. ક્ચ્છ-પાટણ આહીર સમાજ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જેમાં કચ્છના વ્રજવાણી સહિત 160થી વધુ આહીર સમાજના ગામોએ સંયુક્ત રીતે ઉજવણી નહિ કરવાનો નિર્ણય કર્યો છે. ઘરમાં જ કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવશે. કચ્છના વ્રજવાણી એટલે કે જે ગામ પરથી હેલારો ફિલ્મનું નિર્માણ થયું છે તે ગામ પણ આહીર સમાજનું છે. ત્યાં પણ સાદાઈથી ઉજવણી કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x