બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kutch 400 crores drug case pakistan karachi afghanistan punjab connection

કચ્છ / મોટો ખુલાસોઃ ગુજરાતમાં 400 કરોડનું ડ્રગ્સ, પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા અને તાલિબાનનો ડર; હાજી હસનના દીકરાએ ખોલ્યા રાઝ

Hiren

Last Updated: 07:18 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના કરાચીથી લાવવામાં આવી રહેલો 400 કરોડ રૂપિયાના ડ્રગ્સને હાલમાં જ ATSની ટીમે ગુજરાતમાં ઝડપી લીધો હતો. ત્યારે હવે આ કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે.

  • કચ્છના 400 કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો
  • પકડાયેલા ડ્રગ્સ મામલે પંજાબના ગેંગસ્ટરનું કનેક્શન સામે આવ્યું 
  • અફઘાનિસ્તાનામાં તાલિબાની સરકાર આવતા ડ્રગ માફિયાઓમાં ફેલાયો ડર

કચ્છના 400 કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાની બોટમાં કરાંચીના ડ્રગ માફિયા હાજી હસનનો દીકરો સવાર હતો. હાજી હસનના દીકરા સાજીત વાઘેરે પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. તેણે પૂછપરછમાં જણાવ્યું કે, આ પકડાયેલા ડ્રગ્સ મામલે પંજાબના ગેંગસ્ટરનું કનેક્શન છે. હવે ગેંગસ્ટરેને પ્રોડક્શન વોરંટ પર લઇને પોલીસ નવા ખુલાસા કરવાની તૈયારી કરી રહી છે.

પાકિસ્તાની બોટમાં કરાંચીના ડ્રગ માફિયા હાજી હસનનો દીકરો સવાર હતો

હાલમાં જ ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની ટીમે પાકિસ્તાનની કરાચીથી આવી રહેલા અલ હુસૈની નામની બોટ પકડી હતી. બોટથી 400 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું અને 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટડીમાં ધરપકડ કરાયેલા એક પાકિસ્તાની આરોપીએ ખુલાસો કર્યો કે તે માછીમાર નથી, પરંતુ કરાચીના ડ્રગ માફિયા હાજી હસનનો દીકરો છે.

તાલિબાનના ડરથી ભારતની બોર્ડર પર ડ્રગ્સની સ્મગલિંગ વધી

કરાચીમાં બેઠેલા હાજી હસન જ અલ હુસૈની બોટથી ડ્રગ ભારતમાં મોકલી રહ્યો હતો. તપાસ એજન્સીઓના અનુસાર, અફઘાનિસ્તાનમાં હાજર અફીણની ખેતી કરનારા ખેડૂત અને અફઘાનિસ્તાનના ડ્રગ માફિયા તાલિબાન સરકારમાં આવવાથી ડરેલા છે. ડ્રગ માફિયાઓમાં આ વાતનો ડર છે કે તાલિબાન જલ્દીથી અફઘાનિસ્તાનમાં થતી અફીણની ખેત અને ડ્રગ સિન્ડિકેટ પર પોતાનો કબજો કરી લેશે.

ડ્રગ્સની હેરાફેરી માટે અફઘાનિસ્તાન-કરાચી-ગુજરાતના રૂટનો ઉપયોગ કરાય છે

તાલિબાનના ડરથી ભારતીય બોર્ડર પર છેલ્લા કેટલાક મહિનાથી સતત ડ્રગની તસ્કરી વધી ગઇ છે. ડ્રગ તસ્કરી માટે અફઘાનિસ્તાન-કરાચી અને ગુજરાતના રૂટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, 400 કરોડના આ ડ્રગ્સ તસ્કરીમાં એક પંજાબના મોટા ગેંગસ્ટરનું નામ સામે આવ્યું છે, જે હાલમાં રાજસ્થાનની જેલમાં બંધ છે. સૂત્રોએ જણાવ્યું કે ડ્રગ પંજાબમાં ડિલીવર થવાનું હતું.

મામુ નામના માણસને કન્સાઇમેન્ટ અપાયું હોવાનો ખુલાસો 

આ હેરોઇનનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થયુ છે. હસમ હાજી અને હાસમ હાજી બંન્ને પાકિસ્તાનના ડ્રગ માફીયા છે. ડ્રગ્સ માફીયાઓ મામુ નામના માણસને કન્સાઇમેન્ટ આપ્યું હતું અને કરાંચીથી મુખ્ય આરોપી માનુ નામનો માણસ ડ્રગ્સ લઇને આવ્યો હતો. તેમને વધુમાં કહ્યું કે, શ્રીલંકા અને અન્ય દેશોમાંથી ભારતમાં ડ્રગ્સ આવે છે. અગાઉ પકડેલા ડ્રગ્સનું નેટવર્ક પણ આ જ ગેંગનું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Drugs Kutch pakistan કચ્છ ડ્રગ પાકિસ્તાન drugs case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ