આજે પણ આ રહસ્યમયી મંદિરમાં દરરોજ રાત્રે આવે છે શ્રી કૃષ્ણને ફઇ

By : krupamehta 04:21 PM, 16 April 2018 | Updated : 04:21 PM, 16 April 2018
ઉત્તરાખંડના જિલ્લા મુખ્યાલયથી આશરે 40 કિમીના અંતર પર કસ્બા બદોસરાયના નજીકના ગામ કિંતૂરમાં રહસ્યમયી કુંતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ અનોખો મંદિરનો ઇતિહાસ મહાભારતથી જોડાયેલો છે. પૌરાણાણિક કથાઓ અનુસાર આ મંદિરમાં આજે પણ દરરોજ રાતે પાંડવોની માતા અને ભગવાન કૃષ્ણની ફઇ કુંતી ભગવાન શિવનું પૂજન કરવા આવે છે. એ શિવલિંગ પર પાણી અને ફૂલો અર્પિત કરે છે. 

આ મંદિરનું નામ મહાભારતની પાઊ માતા કુંતીના નામ પરથી પડ્યું છે. કહેવાય છે કે મહાભારત યુદ્ધથી પહેલા માતા કુંતીએ પોતાના પુત્ર અર્જુનની મદદથી આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ પર એમના મનપસંદ ફૂલો ચઢાયા હતા. ભગવાન શિવે પ્રસન્ન થઇને પાંચે પાંડવોને મહાભારત યુદ્ધમાં વિજયી થવાના આશીર્વાદ આપ્યા હતા, ત્યારથી આ મંદિરનું નામ કુંતેશ્વર મહાદેવ મંદિર ફેમસ થયું. 

અજ્ઞાતવાસ દરમિયાન ભગવાન શિવે માતા કુંતીને સપનામાં દર્શન આપીને એમને સ્વર્ણ સમાન દેખાતા ફૂલોથી પોતાનો અભિષેક કરવાનું કહ્યું હતું. ભગવાન શિવની આ ઇચ્છાને પૂરી કરવા માટે કુંતીએ પોતાના પુત્ર અર્જુનને આવા અદ્ભત ફૂલો લાવવાનો આદેશ આપ્યો. ભગવાન કૃષ્ણની આજ્ઞા મેળવીને અર્જુન ઇન્દ્રલોક ગયા અને ત્યાંથી પારિજાત વૃક્ષોને લઇને આવ્યા. 

પારિજાત વૃક્ષની વિશેષતા છે કે જ્યારે એના ફૂલ વૃક્ષ પર હોય છે તો એ સફેદ રંગના દેખાય છે, જ્યારે એને ડાળીથી અલગ કરી દેવામાં આવે તો એ સ્વર્ણની જેમ ગોલ્ડન થઇ જાય છે. 

અહીંની લોક માન્યતાના અનુસાર આ વૃક્ષના ફૂલોને કુંતેશ્વર મહાદેવ પર અર્પિત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. Recent Story

Popular Story