kumkum bhagya fame pooja banerjee father died actress shares emotional post
દુ:ખદ /
ફૅમસ ટેલિવિઝન સિરિયલની અભિનેત્રીના પિતાનું નિધન, શેર કરી એવી ઇમોશનલ પોસ્ટ કે ફેન્સની આંખમાં....
Team VTV12:30 PM, 05 Dec 22
| Updated: 12:33 PM, 05 Dec 22
ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીના પિતાએ આખા પરિવારને અલવિદા કહી દીધુ છે. સોશિયલ મીડિયામાં લાંબી પહોળી પોસ્ટ લખીને પૂજાએ પહેલી વખત એક દુ:ખદ જાણકારી શેર કરી છે.
પૂજા બેનર્જીના પિતાએ આખા પરિવારને અલવિદા કહી દીધુ
પૂજાએ ઈન્સ્ટાગ્રામ પર દુ:ખદ પોસ્ટ શેર કરી
પૂજા બેનર્જીના પ્રશંસકોમાં નિરાશાનો માહોલ
ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીના પિતાનુ નિધન
'કુમકુમ ભાગ્ય'માં રિયાની ભૂમિકા નિભાવીને ઘર-ઘરમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી પૂજા બેનર્જી પર દુ:ખનો પહાડ તુટી પડ્યો છે. અભિનેત્રીના પિતા હવે આ દુનિયામાં રહ્યાં નથી. આ દુ:ખદ સમાચારથી તે તુટી ગઇ છે. એવામાં અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે, જેને જોઇને કોઈ પણ વ્યક્તિ ઈમોશનલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં અવાર-નવાર પોતાની સુંદરતાનો રસથાળ પીરસનારી પૂજાએ પહેલી વખત કોઈ આવી પોસ્ટ શેર કરી છે, જેનાથી તેમના પ્રશંસકો ખૂબ નિરાશ છે.
પૂજાએ ઈન્સ્ટા પર દુ:ખદ પોસ્ટ શેર કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ
પૂજાની પોસ્ટ વાંચીને તેના દરેક ચાહકની આંખમાં આંસુ આવી ગયા છે. પૂજાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના પિતાની એક ફોટો શેર કરીને લખ્યું છે કે બાબા તમારી આત્માને શાંતિ મળે. મને ખબર છે કે તમે સારી જગ્યાએ ગયા છો. ઓમ શાંતિ ઓમ. તમારી ખૂબ યાદ આવશે. આ દુ:ખદ સમયમાં તેમના પરિવારજનો અને તેમના પ્રશંસકો તેમને હિંમત આપી રહ્યાં છે. તો ઘણા લોકો સોશિયલ મીડિયામાં તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
અભિનય કારકિર્દીની વાત કરીએ તો પૂજા બેનર્જી છેલ્લાં ઘણા સમયથી ટીવીથી દૂર છે. છેલ્લી વખત તેઓ કુમકુમ ભાગ્યમાં નેગેટીવ રોલમાં દેખાઈ હતી. સમાચાર હતા કે તેમણે પ્રેગ્નેન્સીના કારણે શોને અધવચ્ચે છોડી દીધો હતો. 12 માર્ચ 2022ના રોજ તેમણે એક બાળકને જન્મ આપ્યો હતો. પૂજાના પતિ ઈન્ડિયન સ્વીમર સંદીપ સેજવાલ છે. હાલમાં અભિનેત્રી મેટરનિટી લીવ પર છે.