બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / હવે કુમાર વિશ્વાસ અને મનોજ મુંતશિર વચ્ચે તડા, એકે કહ્યું ભગવાન રામ નહીં બચાવે, તો બીજાએ કહ્યું નફરતી ચિંટુ
Last Updated: 03:34 PM, 10 January 2025
કવિ કુમાર વિશ્વાસના નિવેદનો વિવાદ પર વિવાદ સર્જી રહ્યા છે. પહેલા તેમણે અભિનેત્રી સોનાક્ષી સિંહાના લગ્ન પર મજાક ઉડાવ્યા પછી, તેણે સૈફ અલી ખાન પર કટાક્ષ કર્યો અને હવે તેમણે જાણીતા કવિ મનોજ મુંતશિર પર નિશાન સાધ્યું છે. જેના જવાબમાં મનોજ મુંતશિરે પણ કટાક્ષ કર્યો છે અને હવે આ બંનેનો વિવાદ સોશિયલ મીડિયા પર વકર્યો છે.
ADVERTISEMENT
अरे भाई @bstvlive , मेरे कारण किसी की रोज़ी-रोटी चल रही है, तो चलने दीजिये.
— Manoj Muntashir Shukla (@manojmuntashir) January 10, 2025
बजरंग बली की कृपा है जो मुझे इस लायक़ बनाया.
ये सब छोड़िये और अपने दर्शकों को ये गीत दिखाइये जो मैंने रामलला की प्राण-प्रतिष्ठा के एक वर्ष पूरे होने पर लिखा है.
प्रेम बाँटिये, श्री राम को दिखाइये,… https://t.co/WN3Zs2p7Fh
મનોજ મુંતશિરે ફિલ્મ આદિપુરુષના સંવાદ લખ્યા છે તેના વિશે બોલતા એક કાર્યક્રમમાં કવિ કુમાર વિશ્વાસે કહ્યું કે આ લોકોએ રામ પર ફિલ્મ બનાવી છે. આ લોકો કેટલા મૂર્ખ છે. તમે હનુમાનજીને કેવી ભાષા બોલવા માટે કહ્યું અને તે પછી તમે ટીવી પર ચર્ચા કરી રહ્યા છો. તેઓ કહી રહ્યા છે કે તે ભગવાન નહોતા, તે એક ભક્ત હતા. કુમાર વિશ્વાસે આગળ કહ્યું કે મારા ભાઈ, તમે ભગવાન રામને કંઈ પણ કહી શકો છો પણ તેમને કંઈ ન કહો, તો રામજી પણ તમને બચાવી શકશે નહીં.
ADVERTISEMENT
'તમે છપરીઓ જેવી ભાષા બોલતા શીખવ્યું'
કુમાર વિશ્વાસે વધુમાં કહ્યું કે ભગવાન રામ હોય કે હનુમાન કે સુગ્રીવ તે લોકો વિદ્વાન છે અને મીઠાશની ભાષા જાણે છે, તેમણે વેદ અને શાસ્ત્રો વાંચ્યા છે તેમણે આ લેખકે છપરીયાઓની ભાષા બોલતા શીખવ્યું અને હવે તમે એના માટે માફી માંગી રહ્યા છો.
'નફરતી ચિંટુ'
મનોજ મુંતશિરે X પર કુમાર વિશ્વાસના આ નિવેદનનો જવાબ આપતા લખ્યું કે, "અરે ભાઈ, જો કોઈની આજીવિકા મારા પર નિર્ભર હોય તો રહેવા દો. બજરંગબલીની કૃપાએ જ મને આ માટે લાયક બનાવ્યો છે. પ્રેમ વહેંચો, તમે નફરતી ચિંટુઓને કેમ જગ્યા આપી રહ્યા છો. જય શ્રી રામ!"
વધુ વાંચો: Ramayana Trailer: 'મૃત્યુ બાદ કોઈ કોઈનું દુશ્મન નથી', આવી ગયું 'રામાયણ'નું ટ્રેલર, બાળકો પડશે મજા
સોશિયલ મીડિયા પર મિક્સ પ્રતિસાદ
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે મનોજ જી, મને પણ તમારા સંવાદો વિશે ફરિયાદ છે, પરંતુ આ વાત કુમાર વિશ્વાસે ન કહેવી જોઈએ જેઓ કવિ છે." બીજા એક વ્યક્તિએ લખ્યું કે આજ સુધી મનોજ મુંતશિરે વાપરેલી ભાષા માટે ફરિયાદ નથી. બીજા એક વ્યક્તિએ લખ્યું કે બંને વચ્ચે એક વખત જાહેર મંચ પર ચર્ચા થવી જોઈએ અને લોકો પોતે જ નક્કી કરશે કે કોણ કોને વધારે નફરત કરે છે"
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.