બ્રેકિંગ ન્યુઝ
VTV / kulhad pizza couple video viral if you share this bedroom video you wil -surely go to jail
Hiralal
Last Updated: 02:48 PM, 26 September 2023
ADVERTISEMENT
કુલ્હડ પીઝા ફેમ પંજાબી કપલ પિઝાને પોતાની યુનિક સ્ટાઈલમાં વેચવા માટે ફેમસ છે, પરંતુ આજકાલ આ કપલ તેમના એમએમએસને લઈને ભારે ચર્ચામાં છે.
આ વીડિયોમાં કપલ કઢંગી હાલતમાં જોવા મળી રહ્યું છે. સહજ અરોરા અને ગુરપ્રીત કૌર પંજાબના જલંધરના રહેવાસી છે. 2022થી તેમની લોકપ્રિયતા ઘણી વધારે રહી છે. સહજ અરોરાએ આ ફૂટેજને ફેક ગણાવીને પોલીસમાં ફરીયાદ લખાવી છે.
વીડિયો હટાવાયો પણ ધડાધડ વાયરલ
ખાનગી વીડિયોને ઈન્ટરનેટ પરથી હટાવી દેવામાં આવ્યો છે. પરંતુ આ દરમિયાન આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ ગયો હતો. જો તમે પણ કુલ્હડ પીઝાનો પ્રાઈવેટ વીડિયો જોયો હોય તો તેને શેર ન કરતાં નહીંતર તમારી સામે ગુનો લાગી પડી શકે છે અને તમને 5 વર્ષની જેલની સજા થઈ શકે છે.
ADVERTISEMENT
પ્રાઈવેટ વીડિયો શેર કરવાથી થઈ શકે છે 5 વર્ષની જેલ
કોઈનો પ્રાઇવેટ વીડિયો શેર કરવો આઈટી એક્ટની કલમ 67 હેઠળ ગુનો છે. જો તે દોષિત ઠરશે તો તેને 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. સાથે જ 10 લાખ રૂપિયાનો દંડ પણ લાગી શકે છે. વળી, આ પ્રકારના કાયદાને આઈટી એક્ટની કલમ 66ઈ હેઠળ તેમની પ્રાઈવસીનું ઉલ્લંઘન માનવામાં આવશે. સેક્શન 66Eનું કહેવું છે કે જો કોઇ મહિલાની પરવાનગી વગર તેનો પ્રાઇવેટ ફોટો લે અથવા તેની મંજૂરી વગર ક્યાંક શેર કરે છે તો તે ગુનો છે.
સહજ અરોરાને કોની પર શક
સહજ અરોરાએ પોતાની ફરિયાદમાં એક મહિલા અને બ્લોગર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે જે મહિલા પર આરોપ લગાવ્યો છે તેને પોલીસે પૂછપરછ માટે ઝડપી લીધી છે. સહજનો આરોપ છે કે આ મહિલા એક બ્લોગરની મદદથી કપલને બ્લેકમેલ કરી રહી હતી. સહજે પોલીસને મોબાઈલ ફોન પર કેટલાક મેસેજના સ્ક્રીનશોટ પણ આપ્યા છે. આવો જાણીએ બ્લેકમેઇલિંગને લઇને આપણા દેશમાં શું કાનૂની જોગવાઇઓ છે.
કપલને મહિલા બ્લોગર કરી રહી હતી બ્લેકમેઈલિંગ
આઈપીસીની કલમ 383 હેઠળ આ પ્રકારના કૃત્યને ખંડણીનો ગુનો ગણવામાં આવશે. આ કલમમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિને ધમકાવીને તેની પાસેથી ઉઘરાણી કરવી કે આવો પ્રયાસ કરવો તે ખંડણી કહેવાય. કલમ 384 અને 385 આ માટે સજા કરે છે. કલમ 384માં ત્રણ વર્ષ સુધીની જેલની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે. આ સાથે જ આઈપીસીની કલમ 503માં ગુનાહિત ધાકધમકીના ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, જો કોઈ વ્યક્તિ તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે કે કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડે તો આવું કરનાર વ્યક્તિને આઈપીસીની કલમ 503 હેઠળ ગુનાહિત ધાકધમકી માટે દોષી ગણવામાં આવશે અને તેને સજા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.