બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / kuldeep yadav hattrick 1st indian to take more than 1 international hattrick

ઉપલબ્ધિ / વનડેમાં કુલદીપ યાદવની 2-2 હેટ્રિક, આ સિદ્ઘિ કરનાર એકમાત્ર ભારતીય બૉલર

Last Updated: 11:18 PM, 18 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાના સ્ટાર ચાઇનામેન બૉલર કુલદીપ યાદવએ વેસ્ટ ઇન્ડિઝના વિરુદ્ઘ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વન ડે મેચમાં શાનદાર હેટ્રિક પોતાના નામે કરી.

કુલદીપ યાદવે વનડે ઇન્ટરનેશનલમાં પોતાની બીજી હેટ્રિક લીધી. આ પહેલા તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ 2017માં કોલકાતા ગ્રાઉન્ડમાં રમાયેલી વનડેમાં હેટ્રિક લીધી હતી, એટલુ જ નહી વિશાખાપટ્ટનમાં કુલદીપ યાદવે ઇતિહાસ રચી દીધો. કુલદીપ યાદવ ટીમ ઇન્ડિયનો પહેલો બૉલર બની ગયો છે, જેણે વનડે ઇન્ટરનેશનલમાં 2-2 હેટ્રિક લીધી છે.

 

 

વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગમાં 33મી ઑવરમાં કુલદીપ યાદવે શાઇ હોપ, જેસન હોલ્ડર અને અલઝારી જોસાફની સતત 3 બૉલ પર આઉટ કરીને વનડે ઇન્ટરનેશનલમાં બીજી વખત હેટ્રિક લેવાનું કારનામું કર્યુ.

ભારત માટે વનડેમાં હેટ્રિક લેનારા બૉલર

ચેતન શર્મા, ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ નાગપુર 1981
કપિલ દેવ, શ્રીલંકા વિરુદ્ઘ કોલકાતા 1991
કુલદીપ યાદવ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ કોલકાતા 2017
મોહમ્મદ શમી, અફધાનિસ્તાન વિરુદ્ઘ સાઉથપ્ટમ 2019
કુલદીપ યાદવ, વેસ્ટઇન્ડિઝ વિશાખાપટ્ટનમ 2019


ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે હેટ્રિક લેવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ બૉલર લસિત મલિંગાના નામે છે, જેણે 3 વખત હેટ્રિક લીધી છે. કુલદીપ યાદવે પાકિસ્તાનના વસીમ અકરમ, સકલૈન મુશ્તાક, શ્રીલંકાના ચાંમિડા વાસ અને ન્યૂઝીલેન્ડ ટ્રેન્ટ બૉલ્ટની બરાબરી કરી. આ તમામે 2 વખત હેટ્રિક લીધી છે, તેણે વનડેમાં ટીમ ઇન્ડિયાની તરફથી છઠ્ઠી હેટ્રિક છે.

કુલદીપ યાદવ સિવાય ટીમ ઇન્ડિયાની તરફથી વનડે માં ચેતન શર્મા, કપિલ દેવ અને મોહમ્મદ શમીએ હેટ્રિક લીધી છે. આ તમામ નામે એક વખત હેટ્રિકની ઉપલબ્ધિ છે. તો બીજી તરફ ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયાની તરફથી હરભજન સિંહ, ઇરફાન પઠાણ અને જસપ્રીત બુમરાહે લીધી છે. ટીમ ઇન્ડિયાની તરફથી T-20 માં હેટ્રિક વિકેટ લેનારો એકમાત્ર બૉલર દીપક ચહર છે.

 


ટીમ ઇન્ડિયાએ બીજી વનડેમાં વિશાખાપટ્ટનમ ખાતે વેસ્ટ ઇન્ડિઝને 107 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ સીરિઝ જીવંત રાખીને 1-1ની બરાબરી પર લાવી દીધી છે. 388 રનનો ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી વેસ્ટ ઇન્ડિઝની 280 રનમાં ઓલઆઉટ થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Kuldeep Yadav sports ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ abhinandan
Juhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ