બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / સગાઈના 12 દિવસમાં કુલદીપ યાદવે ઈન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધા મંગેતરના PHOTOS, થયું શું?
Last Updated: 09:29 PM, 16 June 2025
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર કુલદીપ યાદવે તાજેતરમાં IPL પછી તેની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી હતી. લખનૌમાં થયેલી આ સગાઈની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ પછી, કુલદીપ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયો, જ્યાં 20 જૂનથી 5 મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ રહી છે. પરંતુ આ દરમિયાન, કુલદીપ યાદવે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની સગાઈની તસવીરો ડિલીટ કરી દીધી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO: પિચ પર એમ્પાયરને ટીપી નાખ્યો!, બોલરે સ્ટંપને મારી લાત, મેદાનમાં મોટું ક્રાઈમ
વાસ્તવમાં, કુલદીપ યાદવે ઇન્સ્ટાગ્રામ પર તેની મંગેતર સાથેનો એક ફોટો શેર કર્યો હતો, જે તેણે થોડા સમય પછી ડિલીટ કરી દીધો હતો. 4 જૂને કુલદીપ યાદવની સગાઈમાં ઘણા ક્રિકેટરોએ હાજરી આપી હતી.
ADVERTISEMENT
ડિલીટ કરેલા ફોટામાં કુલદીપ યાદવ કાળા સૂટમાં ખૂબ જ સુંદર દેખાતા હતા જ્યારે તેમની મંગેતરે સફેદ ગાઉન પહેર્યો હતો. કુલદીપે આ ફોટા ઇન્સ્ટાગ્રામ પરથી કેમ ડિલીટ કર્યા તે અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર લોકો આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Kuldeep Yadav uploaded this on Insta and deleted it 😭 pic.twitter.com/QMSdjvDUL3
— Aaraynsh (@aaraynsh) June 16, 2025
ADVERTISEMENT
કુલદીપ ઇંગ્લેન્ડ પ્રવાસની તૈયારીમાં
હાલમાં કુલદીપ યાદવ ઇંગ્લેન્ડમાં છે, જ્યાં તે ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝ માટે ભારતીય ટીમ સાથે તૈયારી કરી રહ્યો છે. કુલદીપ યાદવની ભૂમિકા આમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે કારણ કે આ ટીમમાં અશ્વિન જેવો અનુભવી બોલર નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ સીરીઝ પહેલા નિવૃત્તિ લઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.