લખનઉમાં ન્યુઝીલેન્ડ સામે બીજી ટી20 જીત્યા બાદ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની વચ્ચે કબાબને લઇને ચર્ચા જોવા મળી.
લખનઉમાં જીત બાદ કુલદીપ અને ચહલમાં ચર્ચા
'કબાબ તો ખવડાવ્યાં નહીં...'
BCCIએ સોશિયલ મીડિયામાં વીડિયો કર્યો શેર
ચહલ અને કુલદીપની વચ્ચે કબાબને લઇને ચર્ચા થઇ
ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની બીજી મેચ લખનઉમાં રમાઈ. આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટથી જીત પ્રાપ્ત કરી. આ મેચ બાદ સ્પિનર કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને બેટર સૂર્યકુમાર યાદવ એકબીજા સાથે વાતચીત કરતા દેખાયા. જેનો વીડિયો બીસીસીઆઈ તરફથી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો. આ વીડિયોમાં ચહલ અને કુલદીપની વચ્ચે કબાબને લઇને ચર્ચા થઇ.
ચહલ સૂર્યાને પૂછે છે પ્રશ્નો
આ વીડિયોની શરૂઆત કુલદીપ યાદવ કરે છે. તેઓ ચહલને ભારત માટે ટી20 મેચમાં સૌથી વધુ વિકેટ લેવા માટે શુભેચ્છા આપે છે. ત્યારબાદ તેઓ સૂર્યકુમાર યાદવ સાથે વાતચીત કરતા કહે છે કે અમારી સાથે 360 છે, જેનુ આજે અમને નવુ રૂપ જોવા મળ્યું. ચહલ પોતાની વાતની શરૂઆત કરે છે, હવે ચહલ ટીવી આવી ગયુ છે. ત્યારબાદ ચહલ રમૂજી અંદાજમાં સૂર્યાને પૂછે છે કે જેમકે તમે 370 રમો છો, મેં તમને અલગથી શિખવાડ્યું છે. પરંતુ આ ઈનિંગમાં તમે મારી પૂરી બેટીંગને અપનાવી છે. ચહલ વધુમાં સૂર્યાને પૂછે છે કે તમે મારો રેડ બોલવાળો વીડિયો જોયો હતો? સૂર્યા પણ આ સવાલનો આ અંદાજમાં જવાબ આપતા કહે છે કે જેવીરીતે તમે શિખવાડ્યુ હતુ, મેં તેવુ જ કર્યુ. હું ઈચ્છીશ કે તમે મને થોડી વધારે બેટીંગ શિખવાડો, જેનાથી હું વધુ ઈમ્પ્રુવ કરી શકુ.
Local lad 😊
Landmark holder 👏
The ever-so-adaptable Mr. 360 👍
આ બધી વાતો બાદ સૂર્યા કહે છે કે અમારો અહીંનો લોકલ બોય કુલદીપ છે. જે યુપીથી રમે છે. આ દરમ્યાન ચહલ કહે છે કે હજી સુધી કબાબ ખવડાવ્યા નથી. ચહલ ફરીથી કહે છે કે કુલદીપ તમે અમારા માટે કબાબ ઑર્ડર કરી દો. જેના પર કુલદીપ જવાબ આપતા કહે છે કે મેં પહેલાથી જ ડન કર્યુ છે કે કાલનુ લંચ કબાબ છે.