બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / kuldeep bishnoi son bhavya bishnoi engagement with ias pari bishnoi

હરિયાણા / ધારાસભ્યની દુલ્હનિયા બનશે IAS પરી: પહેલા અભિનેત્રી સંગ તૂટી સગાઈ, હવે 24ની ઉંમરે UPSC ક્લિયર કરનાર સુંદર IAS

Megha

Last Updated: 12:52 PM, 24 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુલદીપ બિશ્નોઈએ બુધવારે ઈન્ટરનેટ પર એક વીડિયો અપલોડ કરીને જણાવ્યું હતું કે પુત્ર ભવ્ય બિશ્નોઈના લગ્ન IAS પરી બિશ્નોઈ સાથે નક્કી કર્યા છે. બંનેની સગાઈનો મે મહિનામાં કરવામાં આવશે

  • ભવ્ય બિશ્નોઈના લગ્ન IAS પરી બિશ્નોઈ સાથે નક્કી
  • પરીએ UPSC પરીક્ષામાં 30મું સ્થાન મેળવ્યું હતું
  • આદમપુરના ધારાસભ્ય છે ભવ્ય બિશ્નોઈ

પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ભજનલાલના બંને પૌત્રાઓ આદમપુરના ધારાસભ્ય ભવ્ય બિશ્નોઈ IAS પરી બિશ્નોઈ સાથે અને ચેતન્ય બિશ્નોઈ સૃષ્ટિ અરોરા સાથે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે બંનેના લગ્ન નક્કી થઈ ગયા છે અને બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. નોંધીનીય છે કે પિતા કુલદીપ બિશ્નોઈએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. 

ભવ્ય બિશ્નોઈના લગ્ન IAS પરી બિશ્નોઈ સાથે નક્કી
અખિલ ભારતીય બિશ્નોઈ સભાના આશ્રયદાતા કુલદીપ બિશ્નોઈએ તેમના બે પુત્રોની સગાઈનો ખુલાસો કર્યો હતો. જોકે થોડા દિવસોથી બંને ભાઈઓની સગાઈની વાતો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ સાથે જ કુલદીપ બિશ્નોઈએ બુધવારે ઈન્ટરનેટ પર એક વીડિયો અપલોડ કરીને જણાવ્યું હતું કે આજે પહેલી નવરાત્રિ છે અને શુભ સમય સવારે 10.15 છે. અમે અમારા મોટા પુત્ર ભવ્ય બિશ્નોઈના લગ્ન IAS પરી બિશ્નોઈ સાથે નક્કી કર્યા છે. બંનેની સગાઈનો મે મહિનામાં કરવામાં આવશે.

પરીએ UPSC પરીક્ષામાં 30મું સ્થાન મેળવ્યું હતું
જણાવી દઈએ કે IAS પરી બિશ્નોઈનો જન્મ 26 ફેબ્રુઆરી 1996ના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નોખા તહસીલના કાકરા ગામમાં થયો હતો અને 27 વર્ષની પરી બિશ્નોઈ IAS કેડર સિક્કિમની છે. પરીના પિતા મણિરામ બિશ્નોઈ એડવોકેટ છે અને માતા સુશીલા બિશ્નોઈ રાજસ્થાનના અજમેરમાં જીઆરપીમાં પોલીસ અધિકારી તરીકે કામ કરે છે. નોંધનીય છે કે પરી બિશ્નોઈએ UPSC પરીક્ષા પાસ કરવા માટે ત્રણ પ્રયાસ કર્યા હતા. પહેલા પ્રયાસમાં નાપાસ થઈ, બીજા પ્રયાસમાં 118 અને ત્રીજા પ્રયાસમાં 124નો સ્કોર કર્યો હતો. વર્ષ 2019ની UPSC પરીક્ષામાં તે 30મા ક્રમે આવી હતી. 

આદમપુરના ધારાસભ્ય છે ભવ્ય બિશ્નોઈ
આદમપુરના ભાજપના ધારાસભ્ય ભવ્ય બિશ્નોઈએ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ, લંડનમાંથી બેચલર ઓફ ગવર્નમેન્ટ એન્ડ ઈકોનોમિક્સમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કન્ટેમ્પરરી ઈન્ડિયામાં માસ્ટર ઑફ સાયન્સ પૂરું કર્યું છે. નોંધનીય છે કે  ભવ્ય બિશ્નોઈ અને મેહરીન પીરઝાદાની સગાઈ થઈ હતી પણ થોડા સમય બાદ આ સગાઈ તૂટી ગઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

IAS પરી બિશ્નોઈ Kuldeep Bishnoi bhavy bishnoi pari bishnoi કુલદીપ બિશ્નોઈ ભવ્ય બિશ્નોઈ Kuldeep Bishnoi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ