Kriti Sanon breaks silence on relationship with Prabhas
શૉકિંગ /
પ્રભાસ સાથે પ્રેમ અમે લગ્નની વાતો ફેલાવતા લોકો કૃતિ સેનનની વાત તો સાંભળી લો, કર્યો મોટો ખુલાસો
Team VTV12:50 PM, 30 Nov 22
| Updated: 12:53 PM, 30 Nov 22
બોલિવૂડ એક્ટર વરુણ ધવને કહ્યું હતું કે કૃતિ સેનન અને પ્રભાસ રિલેશનશિપમાં છે. ત્યારથી આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ છે. હવે અભિનેત્રી કૃતિ સેનને આ અંગે મોટી સ્પષ્ટતા કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને પોતાનું મૌન તોડ્યું.
પ્રભાસને ડેટ કરવાને લઈને કૃતિએ તોડી ચુપ્પી
ઈન્સ્ટા સ્ટોરી શેર કરી કહી આ વાત
વરૂન ધવને કહી હતી રિલેશનશિપની વાત
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન અને સુપરસ્ટાર પ્રભાસ વચ્ચેના રિલેશનશિપના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી ચારે બાજુ ફેલાઈ રહ્યા છે. હકીકતે ભેડિયા અભિનેતા વરુણ ધવને એક રિયાલિટી શોમાં આ વાતની તરફ ઈશારો કર્યો હતો કે કૃતિએ અભિનેતા પ્રભાસને પોતાનું દિલ આપ્યું હતું.
શોમાં આ ખુલાસો થયો ત્યારથી ફેન્સ કૃતિ અને પ્રભાસ રિલેશનશિપમાં હોવાની વાત કરી રહ્યા છે. હવે તેના પર આખરે અભિનેત્રીએ એક નિવેદન જારી કરીને પ્રભાસ સાથેના તેના સંબંધોની અફવાઓને નકારી કાઢી છે. કૃતિએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા ફેન્સને આ વિશે જણાવ્યું છે.
"આ પ્રેમ પણ નથી કે PR પણ નથી"
પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા કૃતિ સેનને લખ્યું, 'આ પ્રેમ પણ નથી કે PR પણ નથી, તે દિવસે અમારો ભેડિયા (વરુણ ધવન) કંઈક વધારે જ વાઈલ્ડ થઈ ગયો હતો અને તેની મજાક પછી આ વાત દરેક જગ્યા પર હવાની જેમ ફેલાઈ ગઈ.
કોઈપણ પોર્ટલ મારા લગ્નની તારીખ જાહેર કરે તે પહેલા હું સ્પષ્ટ કરું છું કે રિલેશનશિપની આ અફવાઓ તદ્દન ખોટી છે, તેનો કોઈ આધાર નથી." આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કૃતિએ સ્પષ્ટ કર્યું છે કે તે પ્રભાસ રિલેશનશિપમાં નથી.
વરૂન ધવને કહી હતી આ વાત
કલર્સના રિયાલિટી શો ઝલક દિખલા જા 10ના ફિનાલેમાં વરુણ ધવને કહ્યું હતું કે, 'ક્રિતીનું નામ કોઈના દિલમાં છે, તે વ્યક્તિ હાલમાં મુંબઈમાં નથી પરંતુ દીપિકા સાથે સાઉથમાં એક્ટિંગ કરી રહ્યો છે.' તે પ્રભાસ તરફ ઈશારો કરી રહ્યો હતો. કારણ કે તે હાલમાં દીપિકા સાથે ફિલ્મ Kનું શૂટિંગ કરી રહ્યો છે. વરૂણના આ નિવેદન બાદ કૃતિ અને પ્રભાસના રિલેશનશિપની ખબર ચારે બાજુ ફેલાઈ ગઈ હતી.