બોલિવૂડ / આ એક્ટ્રેસએ અફેરની વાત સ્વીકારી અને કહ્યું, હા અમે રિલેશનશિપમાં છીએ

kriti kharbanda accepts affair with pulkit samrat

બોલિવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદાની કોમેડી ફિલ્મ 'હાઉસફુલ-4'એ સારો એવો બિઝનેસ કર્યો. ગયા અઠવાડિયે તેની વધુ એક કોમેડી ફિલ્મ 'પાગલપંતી' રિલીઝ થઇ. તાજેતરમાં તેણે પુલકિત સમ્રાટ સાથે પોતાની રિલેશનશિપનો સ્વીકાર કર્યો છે. કૃતિ અને પુલકિતે પહેલી વાર 'વીરે કી વેડિંગ' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. બંનેની બીજી ફિલ્મ 'પાગલપંતી' પણ હાલમાં રિલીઝ થઇ. કૃતિ કહે છે કે અમારી રિલેશનશિપની જે વાતો ચાલતી હતી તે બધી અફવા ન હતી. એ વાત સાચી છે કે અમે રિલેશનશિપમાં છીએ. હું ઇચ્છતી હતી કે આ વાત સૌથી પહેલાં મારાં માતા-પિતાને ખબર પડે. પહેલાં તેઓ જાણે કે હું કોની સાથે ડેટ કરી રહી છું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ